જામનગરમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 29 ડિસેમ્બરે જામનગરમાં યોજાયેલા જને સમુહ શાદીનો X પર વીડિયો પોસ્ટ મૂકી હતી. વીડિયો ક્લિપમાં એક ગઝલ બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે, જેમાં ઉશ્કેરણીજનક સંવાદો વગાડવા સંબંધે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગઇ છે. 29 ડિસેમ્બરે જામનગરમાં જને સમુહ શાદીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 51 દુલ્હા-દુલ્હનના નિકાહ કરાયા હતા. મનપા પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીના જન્મદીનના અનુસંધાને સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમુહ શાદીનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
જામનગર જને સમુહ શાદીનો રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીનું આગમન થયું હતું. ત્યારે ઈમરાન પ્રતાપગઢી અને અલ્તાફ ખફી પ્રોગ્રામમાં આવતા હતા તેવો વીડિયો બનાવવામાં આવ્યો હતો.ત્યારબાદ આ વીડિયોને એડિટ કરીને કોઈપણ વ્યક્તિ દ્વારા વાંધાજનક અને ઉશ્કેરીજનક વીડિયો ક્લિપમાં સેટ કરવામાં આવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ફરિયાદ બાદ રાજકીય જગતમાં ખળભળાટ
પોસ્ટ વાઈરલ થતાં આ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદના આધારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ જામનગર શહેરના એક જ નાગરિક દ્વારા લાગણી દુભાય તેવો ઉશ્કેરીજનક વીડિયો વાઈરલ કરવા મામલે પોલીસનો સંપર્ક કરી આ મામલે મનપાના પૂર્વ વિપક્ષે નેતા અલ્તાફ ખફી અને રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગઝલ હતી
આ મામલે પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પોતાના એક્સ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કાર્યક્રમનો વીડિયો હતો અને બેકગ્રાઉન્ડમાં એક ગઝલ મુકવામાં આવી હતી. એ ગઝલનું નામ છે ‘એ ખૂન કે પ્યાસો બાદ સુનો હકી લડાઈ’એ પ્રકારનો વોઇસ સાથેનો એક વીડિયો ક્લિપ મૂકવામાં આવી હતી. આ વીડિયોમાં જેમાં લાગણી દુભાવવાના હેતુથી આ પ્રકારના શબ્દ ઉચ્ચારી ઉશ્કેરાય ફેલાઈ શકે તેવી ભાષા વાપરી એકબીજાને મદદગારી કરી હોય જે દરમિયાન વાઈરલ આ વીડિયો ક્લિપ ધ્યાને આવતા જામનગર શહેરના એક નાગરિક દ્વારા સિટી એ પોલીસ મથકમાં સંપર્ક કરવામાં આવ્યું હતું. જામનગરના જાગૃત નાગરિકે ફરિયાદ આપી હતી
જાગૃત નાગરિક દ્વારા સિટી-એમાં સંજરી ગ્રુપના આયોજક પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની તપાસ પીઆઇ ચાવડા ચલાવી રહ્યા છે. જામનગરમાં રાજ્યસભાના સાંસદ સામે ગુનો નોંધાવો ગંભીર બાબત છે અને પોલીસ દ્વારા બીએનએસ 196, 198, 302, 299, 57, 3(5) આ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.