મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ રાજકોટ ખાતે એથ્લેટિક ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાખવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ આખા રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવવામાં સફળતા મળી છે. ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં સુરતના રમતવીરોએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા
ગત વર્ષ ખેલ મહાકુંભ 2.0માં રાજ્ય કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ મળેલ, જેમાં 70-ગોલ્ડ મેડલ, 225-સિલ્વર મેડલ અને 262-બ્રોન્ઝ મેડલ મળી કુલ – 757 મેડલ પ્રાપ્ત કરી સુરત મહાનગરપાલિકા સૌથી વધુ ગોલ્ડ મેડલ અને સૌથી વધુ મેડલ જીતનાર પ્રથમ ક્રમાંકની મહાનગરપાલિકા બની છે. મેડલ ટેલીના આધારે રાજ્યના મહાનગરપાલિકા પૈકી સુરત મહાનગરપાલિકાને “ઓવર ઓલ સ્ટેટ ચેમ્પિયન” તરીકે પસંદગી કરવામાં આવેલ છે. ગત વર્ષ ખેલ મહાકુંભ 2.0માં સુરત મહાનગરપાલિકાને “ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન” થવા બદલ સુરત શહેરના મેયર, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, સુરત શહેરના જિલ્લા રમત ગમત અધિકારીને ખેલ મહાકુંભ 3.0ના શુભારંભ સમારોહમાં ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્ય હતા. આ ઉપરાંત “સ્ટેટ રનર્સઅપ” તરીકે અમદાવાદ મહાનગરપાલિકાઅને “સ્ટેટ સેકન્ડ રનર્સ અપ” તરીકે વડોદરા મહાનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી. રાજ્યની ત્રણ શ્રેષ્ઠ શાળાઓમાં સુરત પ્રથમ ક્રમાંકે
ખેલમહાકુંભ 2.0 ની રાજયકક્ષાની શ્રેષ્ઠ 3 શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિધ્યાભવન સ્કુલ,કતારગામ,સુરત,દ્રિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર. હાઇસ્કુલ દેવગઢ બારીયા,દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઇસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલમહાકુંભ 2.0 ના રાજયકક્ષાના શ્રેષ્ઠ 3 જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો,રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેકન્ડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં કરવામાં આવ્યા હતા.