ગોંડલના રાજાશાહી સમયના બે પુલ જર્જરીત હોવાની હાઇકોર્ટમાં યતિશ દેસાઈએ પીઆઈએલ દાખલ કરી હતી. જેમને પગલે હાઇકોર્ટના નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાજ્ય સરકારે બે બ્રીજ મંજૂર કર્યા હતા જેનું આજે કોલેજ ચોક ખાતે 47.53 કરોડના ખર્ચે ગોંડલી નદી ઉપર 2 બ્રિજ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વોરકોટડા રોડ પર વિજયનગરમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર UPHC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાન યતિષ દેસાઈ દ્વારા ગોંડલી નદી પરના બ્રીજ મોરબીના ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી હાઇકોર્ટ માં પીઆઇએલ દાખલ કરી હતી. જેને પગલે હાઇકોર્ટ દ્વારા આકરું વલણ અખત્યાર કરી રાજ્ય સરકારને ઉધડો લેવાયો હતો. જે બે બ્રીજનું પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા, પૂર્વ સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, વિધાનસભા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નાગરિકબેન્ક ચેરમેન અશોક પીપળીયા, માર્કેટયાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયા, નગરપાલીકા પ્રમુખ અશ્વીન રૈયાણી, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન જગદીશ રામાણી, સમીર કોટડીયા, અશ્વિન ઠુંમર, પ્રફુલ ટોળીયા, નગરપાલિકા ઉપપ્રમુખ પરિતા ગણાત્રા, રીના ભોજાણી, ભાવના રૈયાણી, સહિતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટેની ટકોર બાદ બે નવા બ્રીજનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે. જેમને કારણે લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ડેપ્યુટી કલેકટર રાહુલ ગમારા, DYSP કે.જી.ઝાલા, PI જે.પી.ગોસાઈ, PSI જાડેજા, LCB બ્રાન્ચ સહિતનો પોલિસ સ્ટાફ ખડે પગે રહ્યો હતો.