વલસાડ જિલ્લાના વાપી GIDCના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલી માઇક્રો ઑર્ગો કેમ નામની કંપનીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા યુવાને કંપનીના કામ માટે 4 મજૂરો લેબર કોન્ટ્રાકટરના સુપર વાઇઝર પાસેથી મંગાવ્યા હતા. તે મજૂરોએ કરેલી મજૂરીના રૂપિયા 7,200ની માંગણી કરતા કોન્ટ્રાક્ટરના સુપર વાઇઝરને વાયરમેને 3600 રૂપિયાની ચુકવણી કરી હતી. તેમ છતાં બાકીના 3,600 રૂપિયા માટે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જે દરમિયાન સુપરવાઈઝરે ગુસ્સામાં વાયરમેન ઉપર ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને માઈક્રો એગ્રો કેમ કંપનીના વાયરમેનની હત્યા કરી નાખી હતી. ઘટના બનતા તાત્કાલિક GRPની ટીમે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી મૃતક યુવકની લાશનું PM કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપીના ચાણોદ ગામમાં આવેલા આસ્થા વિહારમાં A/103માં રહેતા સમાધાન અશોક પાટીલ તેના પરિવાર સાથે રહી કંપનીમાં કામ કરતો હતો. કંપનીમાં જુનાવાયર કાઢવા માટે લેબર કોન્ટ્રાકટર દિપક સિકંદર મંડલ પાસેથી મંજૂરો મંગાવ્યા હતા. 4 મજૂરોના મજૂરીના 7,200 રૂપિયા ચૂકવવાના બાકી હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતા દિપક મંડલે સમાધાન પાટીલ પાસેથી 7,200 રૂપિયાની ઉઘરાણી કરી હતી. સમાધાન પાટીલ રૂપિયા ન ચુકાવતા લેબર કોન્ટ્રાક્ટરના સુપર વાઇઝર દીપક મંડલે કંપનીમાં કામ કરવા જતાં શ્રમિકોને દિપક મંડલે કંપનીમાં મજૂરી કામ કરવા જવાની ના પાડી હતી. જેને લઈને શ્રમિકો મજૂરી કામ કરવા જતાં ન હતા. સમાધાન પાટીલને ઘટનાની જાણ થતાં કંપનીમાં જુનાવાયર ખેંચવાના કામ માટે મજૂરોનો સીધો સંપર્ક કરીને મજૂરોને કામે બોલાવી લીધા હતા. કંપની પાસેથી પસાર થતા દિપક મંડલે તેના મજૂરોને કંપનીમાં કામ કરતા જોઈને શ્રમિકો પાસે જઈ કંપનીમાં કામ કરવા બાબતે જાણકારી મેળવતા સમાધાન પાટીલે શ્રમિકોનો સીધો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દીપક મંડલે સમાધાન પાટીલને મજૂરોની મજૂરીના 3,600 ચૂકવ્યા હતા. બાકી 3,600 નાણાં ચુકવવાની માંગણી કરી હતી. જે બાબતે બંને વચ્ચે ઝઘડો અને બોલાચાલી થઈ હતી. જે દરમિયાન આક્રોશમાં આવીને દિપક મેડલે સમાધાન પાટીલ ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતર્યો હતો. ઘટનાની જાણ વાપી GIDC પોલીસની ટીમને થતા વાપી GIDC પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાના ગુનામાં આરોપી દિપક મંડલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.