બનાસકાંઠા જિલ્લામાં થરાદ જિલ્લો જાહેર થતાં પ્રથમ વખત શંકર ચૌધરી થરાદ આવતાં લાખણી જેતડા અને થરાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકર ચૌધરીએ નિવેદન આપતાં કહ્યું હતું કે આ વિભાજન નથી એક નવા જિલ્લાનું નિર્માણ થયું છે. ત્યારે ખાનગી ચેનલમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે કાંકરેજના લોકોએ માંગ કરી છે તે અમારા ધ્યાને છે. બનાસકાંઠાના વિભાજન બાદ થરાદ જિલ્લામાં પ્રથમવાર સભા યોજાઈ છે. વિધાનસભા અધ્યક્ષ ચૌધરી આજે લાખણી ખાતેથી અને થરાદ ખાતે સભાને સંબોધી હતી. શંકર ચૌધરીએ કહ્યું કે આ બનાસકાંઠાનું વિભાજન નથી પરંતુ નવા જિલ્લાનું નિર્માણ છે અને આ નિર્માણમાં વિકાસને વેગ મળશે શંકર ચૌધરીએ કહ્યું કે ડીસા નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ બનનાર છે. ભારત માલા થકી વાવ થરાદ રાજ્ય અને દેશના પાટનગરથી પણ જોડાશે કચારે કાંકરેજ અને બનાસકાંઠામાં સમાવવાની માગણી લઈને શંકર ચૌધરીએ ખાનગી ચેનલમાં નિવેદન આપ્યું હતું કે કાંકરેજને થરાદના અંતરમાં તફાવત છે. જ્યારે પાલનપુર તેમની વહીવટી પ્રક્રિયા માટે સરળ છે અને ઝડપી પહોંચી શકાય છે એટલે કે કાંકરેજના લોકોની બનાસકાંઠામાં સમાવવાની માગણી પણ સરકાર સુધી પહોંચાડી છે ત્યારે જે પ્રકારે દિયોદર કાંકરેજ અને ધાનેરામાં છેલ્લા છ દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેની વચ્ચે શંકર ચૌધરીએ આજે થરાદમાં જાંગી રેલી અને જંગી સભાયોજી સમર્થન મેળવી છે. ધાનેરા કાંકરેજ અને દિયોદરના આગેવાનોએ પણ વાવ થરાદ જિલ્લા માટે સુર પુરાવે છે અને આ જિલ્લાનું નિર્માણ થવાથી બનાસકાંઠા અને વાવ થરાદ બંનેને વિકાસની નવી વેગ મળશે. થરાદમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશાળ જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, આ વિભાજન નહિ પણ નવનિર્માણ છે. નવીન જિલ્લો બનતા અહી બહોળા પ્રમાણમાં વિકાસના કાર્યોને વેગ આપી શકાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવ થરાદ જિલ્લાનું નવ નિર્માણ કરીને સરહદી વિસ્તારને મોટી ભેટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની યાત્રાને આગળ ધપાવીને આ વિસ્તાર માટે અનેક કામ કરે છે. રાજ્ય સરકાર દ્વારા સરહદી જિલ્લામાં અનેકવિધ વિકાસના કાર્યો થયા છે. નવીન જિલ્લો બનતા વહીવટી અનુકૂળતાઓ અને સ્થાનિક લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘર આંગણે મળી રહેશે તથા સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થશે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં નાગરિકોને માવસરીથી પાલનપુર જવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું. તેમણે નાગરિકોને અપીલ કરી કે, ભવિષ્યમાં વાવ થરાદએ રાજ્યનો જ નહીં પરંતુ દેશનો અગ્રણી જિલ્લો બને તે માટે સૌ કોઈએ સાથે મળીને કામ કરવું પડશે. નવીન જિલ્લાનો જશ એ કોઈ એક વ્યક્તિનો નહિ, પરંતુ તમામ તાલુકાના નાગરિકોનો જશ છે. દરેક વ્યક્તિની સુખાકારી અને કલ્યાણ થાય તે માટે સાથે મળીને કામ કરવાનું છે. આ પ્રસંગે લોકોએ પણ “આપણો જિલ્લો થરાદ જિલ્લો, આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી”ના નારા લગાવ્યા હતા.