પાટણમાં 5 જાન્યુઆરી, 2025ના બેતાલીસ લેઉઆ પાટીદાર સમાજ સેવા મંડળના ઈનામ વિતરણ સમારોહમાં નિરમા કંપનીના સ્થાપક એવા કરશનભાઈ પટેલે આડકતરા પ્રહારો કર્યાં હતા. જેને પગલે સમાજ અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કરશનભાઈએ કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને હટાવવાનું કાવતરું હતું. લેઉઆ પાટીદારની દીકરી CM હતી તેને હટાવી અને આંદોલન કરનારે રાજકીય રોટલા શેકી ખાધા. ત્યારે હવે આ નિવેદનને પગલે લાલજી પટેલે જણાવ્યું કે, પાટીદાર આંદોલન થકી ઘણા આંદોલનકારીઓ નેતાઓ બનવા ગયા છે એ સત્ય છે પણ સાથે સાથે આંદોલનની ફાયદા પણ થયાં છે. લાલજી પટેલે જણાવ્યું કે, કરશન ભાઈ સમાજના વડીલ છે, એમને એવું લાગ્યું હશે કે આંદોલનની અંદર જે લોકો રાજકારણની અંદર રોટલા શેકી મોટા થયા છે એ સત્ય છે, પણ સાથે સાથે એવું કહ્યું કે, આંદોલનથી ફાયદો નથી થયો. આ દુઃખ છે કે અમારા 14 દીકરા શહીદ થયા છે પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલાય ભાઈઓને લડત લડત જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસ થયા છે હજુ કેટલાય ભાઈઓના કેસ ચાલી રહ્યા છે. વર્ષ 2017માં અનંદી બેન મુખ્યમંત્રી હતા એ સમયે 10 ટકા EWS જાહેર કર્યું હોત એ જો 2019માં જાહેર કરી શકતા હોત તો 2017 માં કેમ ના કર્યું? કેન્દ્ર સરકારને હું માનું ત્યાં સુધી ગુજરાત સરકાર સાથે તાલ મેલ નહીં હોય અથવા બેનને હટાવવાની કોઈ રાજનીતિ હોય. પણ એજ વસ્તું જે 2019માં થતી હોય તે 2017માં કર્યું હોય તો કેટલા બધા આંદોલનકારી જેલમાં ના ગયા હોત, કેટલા લોકો પર કેસ ના થયા હોત પણ અંતે 2019 માં કેન્દ્ર સરકારે EWS આપ્યું, 1 હજાર કરોડની યોજના આપી, આના થકી ગરીબ દીકરાઓ સવર્ણ સમાનના કેટલા નોકરી મળી છે. કેટલા લોકોને સરકારી એડમીનની ફી પણ મળી છે. વિદેશ ભણવા જવા 15-15 લાખની સહાય પણ મળી છે. આંદોલન થકી ગરીબ દીકરાઓને ફાયદો થયો છે. સમાજના આંદોલનકારી નેતા પણ બની ગયા છે. એટલે સમાજનો વિશ્વાસ પણ તૂટ્યો છે અને કરશન ભાઈએ જે વાત કરી કે આંદોલનથી ફાયદો નથી થયો અને ઘણા નેતાઓ બની ગયા છે, તો એ હકિકત છે પણ કરશનભાઈએ જે કહ્યું કે, ફાયદો નથી થયો તો સમાજના દીકરાઓને આજે ઘણા લાભો મળે છે એટલે ક્યાંક ફાયદો પણ થયો છે.