સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત પહેલા સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ ફેઝ-1માં કોન્કોર્સનું કામ પ્લેટફોર્મ નંબર-4 પર કરવામાં આવ્યું છે અને હવે પ્લેટફોર્મ-2 અને 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે 60 દિવસ માટે આ બે પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. 164 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-1 અને 4 પરથી ઉપડશે, 201 ટ્રેન ઉધના સ્ટેશનથી ઉપડશે. આ મોટા ફેરફારને લઈને રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. લોકોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે. રેલવે તંત્ર દ્વારા એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે, તે સ્કેન કરવાથી કઈ ટ્રેન કયા સ્ટેશન પરથી, ક્યારે અને કેટલા વાગે ઉપડશે તેની જાણકારી મળી રહેશે. 60 દિવસ માટે પ્લેટફોર્મ નંબર-2 અને 3 બંધ રહેશે
સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ-2 અને 3 એ 8મી જાન્યુઆરીથી 60 દિવસ માટે ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે. તેને બંધ કરીને બ્લોક લેવા માટે પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને હવે મંજૂર કરવામાં આવ્યો હતો. 60 દિવસ માટે પ્લેટફોર્મ નંબર-2 અને 3 બંધ રહેતા તમામ ટ્રેનોને ઉધના સ્ટેશન પરથી ચલાવવામાં આવશે. જેના કારણે સુરત રેલ્વે સ્ટેશનથી ચાલતી 201 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવશે. જ્યારે 164 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 અને 4 ઉપરથી ચાલશે. 79 ટ્રેનો જાન્યુઆરીથી ઉધના શિફ્ટ કરવામાં આવી
સુરત પ્લેટફોર્મ-2 પર સ્ટોપ કરતી અપ લાઈનની 122 એક્સપ્રેસ ટ્રેનો અને સુરત પ્લેટફોર્મ-1 પર સ્ટોપ લેતી ડાઉન લાઇનની 79 ટ્રેનો જાન્યુઆરીથી ઉધના શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે રાજધાની, વંદે ભારત, શતાબ્દી, તેજસ, પશ્ચિમ, સૂર્યનગરી, અવધ જેવી પ્રીમિયમ ટ્રેનો સહિત 62 ટ્રેનો માત્ર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 4 પરથી દોડશે. રેલવેના આ નિર્ણયના કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારણ વધશે. જેના કારણે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યાનો મુસાફરોને સામનો કરવો પડી શકે છે. જેને સરળ કરવા માટે પણ રેલવે તંત્રે કમરકસી છે. મુસાફરોનો આંકડો હવે વધીને આશરે 75 હજાર થશે
સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ-2 અને 3 આજ રાતથી બંધ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે 201 જેટલી ટ્રેનો હવે સુરતની જગ્યાએ ઉધના રેલ્વે સ્ટેશન પર રોકાશે. આ ફેરફારથી મુસાફરીમાં મોટાપાયે પરિવર્તન આવશે અને ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી જશે. હાલમાં, ઉધના સ્ટેશન દરરોજ ચારેક હજાર મુસાફરોની સંભાળ લે છે, પરંતુ આ સંખ્યા હવે વધીને અંદાજિત 75 હજાર સુધી પહોંચવાની શક્યતા છે. આ મોટા પરિવર્તનને પહોંચી વળવા માટે ઉધના રેલ્વે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રી-ડેવલોપમેન્ટ દરમિયાન 200થી વધુ ટ્રેન ઉધનાથી જશે
ઉધના રેલ્વે સ્ટેશન ખાતે અત્યાર સુધીમાં અંદાજિત રોજની 30થી 35 ટ્રેનો રોકાતી હતી. એટલે રોજના ચારેક હજાર મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ સુરત રેલ્વે સ્ટેશન ખાતે રીડેવલપમેન્ટ કામગીરી દરમિયાન 200થી વધુ ટ્રેન ઉધનાથી જશે. જેથી ઉધના રેલ્વે સ્ટેશન ખાતે હવે રોજના અંદાજિત 75 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરશે એવી શક્યતા છે. જેથી મુસાફરોને હાલાકી નહિ પડે તેમજ રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન મુસાફરોને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગે ગૂંચવણ ઊભી ન થાય તે માટે ટિકિટ બુકિંગ દરમિયાન જે તે મોબાઈલ નંબર પર SMS આવશે. જેથી મુસાફરોને મુસાફરીની તમામ વિગતો મળી જશે. તેમજ QR કોર્ડ પણ મૂકવામાં આવશે. જેને સ્કેન કરતા જ તમામ માહિતી મોબાઈલમાં આવી જશે. QR કોર્ડ તેમજ SMS દ્વારા મુસાફરોને બધી માહિતી મળી જશે
રી-ડેવલોપમેન્ટની કામગીરીને લઈને 200થી વધુ ટ્રેનો સુરતને બદલે ઉધના શિફ્ટ કરવામાં આવી છે. જેમાં રેલ્વે અને પ્લેટફોર્મની માહિતીને લઈને મુસાફરો ગોથે નહીં ચડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સ્ટેશનના વિવિધ એરિયામાં QR કોર્ડ સ્કેનર મૂકી દેવામાં આવ્યા છે. જેથી કોઇપણ મુસાફરને સમસ્યા સર્જાઈ તો તે સ્કેન કરવાથી તમામ માહિતી મળી જશે. સોશિયલ મીડિયા પર પણ બેનર અને પોસ્ટર લગાવાયા
આ સાથે જ મુસાફર ટ્રેનની ટિકિટ બુક કરાવશે ત્યારે જ તેને SMS દ્વારા તેઓને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગેની માહિતી મળી જશે. જેથી મુસાફરોને હાલાકી નહિ વેઠવી પડે. તેમજ સુરત, ઉધના, ભેસ્તાન, નવસારી સહિત વલસાડ સુધીના સ્ટેશન પર હેલ્પ ડેસ્ક અને સોશિયલ મીડિયાના એટલે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને X સહિતના પ્લેટફોર્મ પર પ્રચાર-પસાર કરવામાં આવશે. તેમજ બેનર અને પોસ્ટર પણ લગાવવામાં આવશે. ઉધના રેલ્વે સ્ટેશન ખાતે આ વ્યવસ્થા જોવા મળશે
1. સુરત અને ઉધના સ્ટેશન પર 150 જેટલા RPF, GRPF સહિતના અન્ય સ્ટાફ
2. ઉધના સ્ટેશન પર અત્યાર સુધીમાં 5 ટિકિટ બારી હતી. જે હવે વધાવીને પ્લેટફોર્મ નંબર 6 પર 7 ટિકિટ બારી, પાર્કિંગ એરિયા પાસે 3 ટિકિટ બારી ચાલુ કરવામાં આવી
3. ઇસ્ટ અને વેસ્ટ સાઈડના વિસ્તારોમાં પાર્કિંગ અને હોલ્ડિંગ એરિયા રાખ્યો
4. લાઈટિંગ, પીવાનું પાણી, ટોયલેટ જેવી સુવિધાઓ
5. લાઇસન્સ ધરાવતા 50 જેટલા કુલીઓને સુરતથી ઉધના સ્ટેશન ટ્રાન્સફર કરશે
6. પ્લેટફોર્મ નંબર 6 પર ખાણીપીણીના 10 વેન્ડરને મંજૂરી
7. સ્ટેશન બહારની પરિસ્થિતિ માટે સુરત ટ્રાફિક અને સિટી પોલીસ તેમજ GRP સાથે વાતો કરી
8. સિટી બસ અને રિક્ષામાં મુસાફરોના સ્ટેશનથી અવર-જવર માટેની તૈયારીઓ અગાઉ ગયા વર્ષે જૂનમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ ચારને બંધ રાખવામાં આવ્યું હતું, જે દરમિયાન કોન્કોર્સના નિર્માણ માટે 19 ફુલ કોલમ પિલર અને ફાઉન્ડેશન બનાવવામાં આવ્યા હતા. તાપ્તી ગંગા સહિત 17 ટ્રેનો ઉધના ખસેડવામાં આવી છે અને હવે કામને આગળ ધપાવવા માટે પ્લેટફોર્મ 2 અને 3 પર પણ પાયાના સ્તંભો ઉભા કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન પર 60 દિવસમાં આ કામ કરવામાં આવશે 1 COP ફાઉન્ડેશન
2. છત ફાઉન્ડેશન
૩. લિફ્ટ, સંપૂર્ણ કૉલમ
4. બીમ ઇન્સ્ટોલેશન