back to top
Homeગુજરાતબનાસના 'બે કાંઠા' થતાં જ આંદોલનનું રણશિંગુ ફૂંકાયું:દિયોદરમાં સતત છ દિવસથી વિરોધ,...

બનાસના ‘બે કાંઠા’ થતાં જ આંદોલનનું રણશિંગુ ફૂંકાયું:દિયોદરમાં સતત છ દિવસથી વિરોધ, લોકોએ કહ્યું- ‘બે વર્ષથી જિલ્લાનું રાજકારણ બદલાયું, મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો’

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને જિલ્લો જાહેર કરતાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. કાકરેજ અને ધાનેરાને થરાદ જિલ્લામાં ન ભેળવવા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જ્યારે દિયોદરને ઓગડ જિલ્લો બનાવવા આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે. ઓગડ જિલ્લાની માગણીને લઇ સતત છ દિવસથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર પ્રાંત કચેરીએ અનશન પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો બીજી તરફ રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ આજે રાધનપુરના ગાંધીચોક ખાતે નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે. દિયોદર આરામ ગૃહ આગળ ધરણા પ્રદર્શન
ઓગડ જિલ્લાની માગ સાથે દિયોદરમાં સતત છ દિવસથી વિરોધ થઇ રહ્યો છે. સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના લોકોએ અગાઉ રેલી કાઢીને અધિકારીને પત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ નિકાલ ન આવતા બીજા દિવસે મોટી સંખ્યામાં જંગી સભ્ય યોજવામાં આવી હતી, જે બાદ આજે સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર આરામ ગૃહ આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમની માંગ છે કે, બનાસકાંઠાનું વિભાજન કરીને જે વાવ-થરાદ જિલ્લો કર્યો છે એ અમને મંજૂર નથી અમારી માંગ દિયોદરને જિલ્લો બનાવવાની છે. દિયોદરને જિલ્લો બનાવીને એનું નામ ઓગડ રાખવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું છે. દિયોદરનો જે હક હતો ઓગડ જિલ્લો બનાવવાનો એ મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. ‘કોર્ટ સહિતની અનેક સુવિધાઓ દિયોદરમાં છે’
સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના સભ્ય દર્શન ઠક્કરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચાર મળ્યા ત્યારથી દિયોદરની પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા પાંચ-સાત વર્ષથી ઓગડ જિલ્લાની વાત હતી, બનાસકાંઠા જિલ્લામાં નવો જિલ્લો બનવામાં ઓગડ જિલ્લો જ બનવાનો હતો જેના બે પ્રમાણ છે એક બનાસ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ દિયોદરમાં આવેલો છે. જે વખતે સરકારની ગણતરી હતી કે ભવિષ્યમાં જિલ્લાનું મુખ્ય મથક દિયોદર થાય અને એનું નામ ઓગડ આપવામાં આવે. આ ઉપરાંત કોર્ટના ચાર માળના બિલ્ડીંગ સહિત અનેક સુવિધાઓ દિયોદરમાં આવેલી છે. ‘મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો’
દર્શન ઠક્કરે વધુમાં જણાવ્યું કે, ઓગડ જિલ્લાનો સર્વે થઈ ગયો હતો, આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી. છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું છે. દિયોદરનો જે અધિકાર હતો એ છીનવાયો છે. અમારે તો ઓગડ જિલ્લા માટેનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હોય એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસુસ કરી રહી છે. જેના વિરુદ્ધમાં અમે બજાર બંધ કરીને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું, બીજા દિવસે મોટી જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં દિયોદરની આજુબાજુના છ તાલુકાની પ્રજાએ અમને સમર્થન આપ્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની જાહેરાત કરાઇ હતી
2025ના પહેલાં દિવસે જ રાજ્ય સરકારે વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. જેમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ કરાયો છે. જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા હાલના જિલ્લા બનાસકાંઠામાં જ રહેશે એવો નિર્ણય લેવાયો હતો. રાધનપુરને પણ જિલ્લો બનાવવાની માંગ
બીજી તરફ પાટણ જિલ્લાના રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રાધનપુરના વિવિધ વિસ્તારોમાં ગતરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આ પોસ્ટર વોર આજે મંગળવારે ધરણા કાર્યક્રમમાં પરિવર્તન થયું છે. આજે કોંગ્રેસના આગેવાનો, મહિલા આગેવાનો સહિત કાર્યકરોએ ધરાણા કર્યા હતા. જેઓની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments