સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવતીકાલથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષકની પોલીસ ભરતીનો પ્રારંભ થશે. ત્યારે રોજના અંદાજે 1000 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મળેલ માહિતી મુજબ રાજ્યમાં આવતીકાલથી પોલીસ ભરતીનો પ્રારંભ થવાનો છે. ત્યારે હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરી 2025ને બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિનહથિયારધારી PSI અને લોક રક્ષક પુરુષની ભરતી યોજાશે. બે મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે. ત્યારે અંદાજે રોજના 1000થી વધુ ઉમેદવારો ભરતીમાં આવશે. આ ભરતી પ્રક્રિયાનો બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ થશે. પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારિરીક કસોટીનો લેવાશે. જેમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની શારીરિક કસોટી લેવામાં આવશે. સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે. બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ ભરતીમાં અંદાજે 20 જેટલા PSI અને 200થી વધુ પોલીસકર્મીઓ અલગ અલગ પોઇન્ટ પર ફરજ બજાવશે.