રાજ્યમાં સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક ( બિનહથિયારી) વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂક પામેલા અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા અલગ અલગ જિલ્લાઓમાં વર્ગ-1 સંવર્ગના અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક બિન હિથિયાર વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂંક પામેલા વર્ષ 2017, 2021 અને 2022 બેચના અજમાયશી અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી વર્ગ-1 સંવર્ગની જગ્યાએ નિમણૂંક આપવામાં આવે છે. જે અધિકારીઓની યાદી નીચે મુજબ છે.