સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સને આશા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભવિષ્યમાં ભારતીય ખેલાડીઓને SA20માં ભાગ લેવાની મંજૂરી આપશે. SA20ની ત્રીજી સિઝન પહેલા મીડિયા સાથે વાત કરતા લીગ એમ્બેસેડર ડી વિલિયર્સે કહ્યું કે, જો BCCI આવું કરશે તો તેનાથી લોકપ્રિયતા વધશે. હું ભારતીય ખેલાડીઓને આ લીગમાં રમતા જોવા માગુ છું. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિકે SA20 લીગ રમવા માટે પર્લ્સ રોયલ્સ સાથે કરાર કર્યો છે. તે SA20 લીગનો ભાગ બનનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. SA20 લીગની ત્રીજી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે. BCCI તેના સક્રિય ખેલાડીઓને વિદેશી લીગમાં ભાગ લેવાની મંજૂરી આપતું નથી. ડી વિલિયર્સે કહ્યું કે, કાર્તિક સિવાય હું વધુ ભારતીય ખેલાડીઓને તેમાં ભાગ લેતા જોવા માગુ છું. અમે જાણીએ છીએ કે દિનેશ કાર્તિક આ વર્ષે અહીં આવશે જે શાનદાર છે અને તે ટુર્નામેન્ટ માટે શાનદાર છે. 9 જાન્યુઆરીએ સનરાઇઝર્સ અને MI કેપટાઉન વચ્ચે પ્રથમ મેચ
સાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી લીગ SA20ની ત્રીજી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ 2 વખતની ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ અને MI કેપટાઉન વચ્ચે કેબરાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. જ્યારે લીગની ફાઈનલ 8 ફેબ્રુઆરીએ વાન્ડરર્સ ખાતે યોજાશે. ટુર્નામેન્ટ પ્લેઓફ ત્રણ સ્થળોએ યોજાશે
ગ્રૂપ સ્ટેજ પછી ટોચની બે ટીમ ક્વોલિફાયર-1 રમશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઈનલમાં પહોંચશે. આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. ત્રીજા અને ચોથા સ્થાનની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ એલિમિનેટર મેચ જીતનારી ટીમનો સામનો ક્વોલિફાયર-2માં ક્વોલિફાયર-1માં હારનારી ટીમ સાથે થશે. આ બંને મેચ સેન્ચુરિયનમાં રમાશે. સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે પ્રારંભિક SA20 સિઝન બંને જીતી
આ લીગની પ્રથમ બે સિઝન એડન માર્કરમની કેપ્ટનશિપ હેઠળ સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમે જીતી છે. પ્રથમ સિઝનમાં, ઇસ્ટર્ન કેપે પ્રિટોરિયા કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. જ્યારે ગત સિઝનમાં ટીમે ફાઈનલમાં ડર્બન સુપર જાયન્ટ્સને હરાવીને સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. એબી સાઉથ આફ્રિકાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે
એબી સાઉથ આફ્રિકાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે 114 ટેસ્ટ મેચમાં 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યા છે, જેમાં 22 સદી અને 46 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 278 છે. તેણે 228 વન-ડેમાં 9,577 રન બનાવ્યા છે. વન-ડેમાં તેના નામે 25 સદી અને 53 અડધી સદી છે. ડી વિલિયર્સે T20માં પોતાના દેશ માટે 78 મેચ રમી છે અને 1672 રન બનાવ્યા છે.