back to top
Homeમનોરંજન'તમારે 'ઇમરજન્સી' જોવી જોઈએ, તમને ગમશે!':કંગનાએ પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવાની કરી ઓફર,...

‘તમારે ‘ઇમરજન્સી’ જોવી જોઈએ, તમને ગમશે!’:કંગનાએ પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવાની કરી ઓફર, કોંગ્રેસ સંસાદે 2 શબ્દોમાં આપ્યો જવાબ

એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં તેની ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ભારતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. તેણે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ ફિલ્મ જોવા માટેની ઓફર કરી છે. કંગના સંસદમાં પ્રિયંકા ગાંધીને મળી ત્યારે તેણે આ બાબતે વાત કરી હતી. કંગનાએ પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવાની કરી ઓફર
કંગનાએ જણાવ્યું કે, પ્રિયંકાએ તેના દાદી વિશે ઘણી વાતો કરી. ઉપરાંત, પ્રિયંકા ઘણીવાર તેમના ભાષણોમાં તેમના સ્વર્ગસ્થ દાદી ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો છે અને તેમની પાસેથી પ્રેરણા મળવી હોવાની વાત કરી છે. કંગનાએ કહ્યું કે હું પ્રિયંકા ગાંધીજીને સંસદમાં મળી હતી, મેં તેમને પહેલા જ પૂછ્યું કે શું તમે ‘ઈમરજન્સી’ ફિલ્મ જોશો. તો તેણે કહ્યું, હા કદાચ. મેં કહ્યું, તમને આ ગમશે. કંગનાએ ફિલ્મ વિશે વાત કરી
કંગનાએ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે, ઈન્દિરા ગાંધીના પાત્રની પોતાની સંવેદનશીલતા અને ઊંડાણ છે. આમાં ભારતમાં લાદવામાં આવેલ ‘ઈમરજન્સી’નો સમયગાળો બતાવવામાં આવ્યો છે. તેણે કહ્યું, હું માનું છું કે આ એક ઘટના અને વ્યક્તિત્વનું ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી ચિત્રણ છે. મેં શ્રીમતી ગાંધીને ગૌરવ સાથે દર્શાવવા માટે ખૂબ કાળજી લીધી છે. ઈન્દિરા ગાંધી વિશે જાણવાનો મોકો મળ્યો
કંગનાએ કહ્યું કે, આ ફિલ્મ માટે રિસર્ચ દરમિયાન મેં તેમના અંગત જીવન પર ઘણું ફોકસ કર્યું હતું. મેં પોતે વિચાર્યું કે, એક વ્યક્તિમાં બીજું પણ ઘણું બધું જાણવા માટે હોય છે. મેં આ રોલને કરવા માટે ખાસ ધ્યાન રાખ્યું છે. ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થશે
આ ફિલ્મમાં કંગના રનૌત, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક, મિલિંદ સોમન, મહિમા ચૌધરી જેવા દિગ્ગજ કલાકારો દેશના રાજકીય નેતાઓની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ડિરેક્શન કંગના રનૌતે પોતે કર્યું છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ‘મણિકર્ણિકા’ સિવાય છેલ્લાં 9 વર્ષમાં કંગના રનૌતની તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે. હવે કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સર્ટિફિકેટના અભાવે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી
ફિલ્મ ‘ઈમર્જન્સી’ 14 જૂન, 2024ના રોજ રીલિઝ થવાની હતી. જોકે, લોકસભાની ચૂંટણીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રીલિઝ થવાની હતી, જોકે, રિલીઝના થોડા દિવસો પહેલાં જ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. આરોપ છે કે ફિલ્મમાં વિવાદાસ્પદ દૃશ્યો છે, જેના કારણે શાંતિ ડહોળી શકે છે. 30 ઓગસ્ટના રોજ કંગનાએ જણાવ્યું હતું કે તેની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પાસ થઈ ગઈ હતી, પરંતુ કેટલાક શક્તિશાળી લોકોના દબાણને કારણે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે કંગના હાઈકોર્ટ પહોંચી હતી. શીખ સમુદાયના કેટલાંક વાંધાજનક દૃશ્યોને કારણે તેલંગાણામાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મને 17 ઓક્ટોબરે સેન્સર બોર્ડની મંજૂરી મળી
સર્ટિફિકેશનના મુદ્દા પર નિર્ણય બાકી હોય ત્યાં સુધી ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવી હતી. કંગના વિરુદ્ધ દેશભરમાં અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. શીખ સમુદાયે પણ કંગના અને ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો. કંગના રનૌતે 17 ઓક્ટોબરે કહ્યું હતું કે આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. કંગનાનો આગામી પ્રોજેક્ટ ‘ભારત ભાગ્ય વિધાતા’
કંગના રનૌતે તેના આગામી પ્રોજેક્ટ ‘ભારત ભાગ્ય વિધાતા’ની જાહેરાત કરી હતી. કંગનાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, સ્ક્રીન પર વાસ્તવિક જીવનની વીરતાનો જાદુ જોવા માટે તૈયાર રહો. આ ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments