back to top
Homeભારતપંજાબમાં કલાકારના મોતનો લાઈવ VIDEO:સ્ટેજ પર ભાંગડા કરી રહ્યો હતો ને અચાનક...

પંજાબમાં કલાકારના મોતનો લાઈવ VIDEO:સ્ટેજ પર ભાંગડા કરી રહ્યો હતો ને અચાનક ઢળી પડ્યો; પરિવારજનોએ કહ્યું- કોઈ બીમારી નહોતી

​​પંજાબના પટિયાલામાં એક પ્રાઈવેટ રિસોર્ટમાં સ્ટેજ પર ભાંગડા કરતી વખતે આ કલાકારનું અચાનક મૃત્યુ થયું હતું. તેના મોતનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે પહેલા તો પૂરા જોશ સાથે ડાન્સ કરી રહ્યો છે પરંતુ આ દરમિયાન અચાનક ઝળી પડે છે અને થોડા સમય પછી તેનું મૃત્યુ થાય છે. મૃતક કલાકારનું નામ બબ્બુ હતું. તેના સાથી કલાકારોએ જણાવ્યું કે મૃતક બબ્બુ લાંબા સમયથી ભાંગડા પાર્ટીમાં સાથે કામ કરતો હતો. પરિવારના જણાવ્યા અનુસાર તેને કોઈ બીમારી કે અન્ય કોઈ સમસ્યા નહોતી. તે પટિયાલાના રાજપુરાનો રહેવાસી હતો. બબ્બુ તેમના પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો. તેને 2 નાના બાળકો છે. આ ઘટના મંગળવારે (7 જાન્યુઆરી)ના રોજ બની હતી. આ લગ્ન પટિયાલાના રાજપુરા ખાતે બેદી ફાર્મ (રિસોર્ટ)માં થયા હતા. જેમાં સ્થાનિક ભાંગડા પાર્ટીને આમંત્રિત કરવામાં આવી હતી. 20 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે લાઈવ મોત
લગ્ન સમારોહમાંથી આ ઘટનાનો લગભગ 20 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભાંગડા પાર્ટીના સભ્યો સ્ટેજ પર ભાંગડા પરફોર્મ કરી રહ્યા છે. તે પંજાબી ગીત પર ભાંગડા કરી રહ્યો છે. થોડા સમય પછી, આગળની હરોળમાં ભાંગડા કરી રહેલા વ્યક્તિને ચક્કર આવે છે અને તે નીચે ઢળી પડે છે. તે પડી જતા જ, બાકીના કલાકારો ભાંગડા કરવાનું બંધ કરે છે અને તરત જ તેમના સાથી તરફ દોડે છે. તેઓ તેને સંભાળવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ભાંગડા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. ચહેરા પર પાણી છાંટીને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ​​​​​​​​​​​​​​ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે વ્યક્તિ બેભાન થઈને નીચે પડી ગયા પછી લોકો પણ તેની પાસે દોડ્યા. તેના ચહેરા પર પાણી છાંટીને જગાડવાનો પ્રયાસ કર્યો. આ પછી તરત જ તેને કારમાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે વ્યક્તિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ માટે કોઈ મેડિકલ રિપોર્ટ કરાયો નથી. રાત્રે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તેઓ રાત્રે જ ત્યાં પહોંચ્યા અને મૃતદેહને હોસ્પિટલથી તેમના ઘરે લઈ ગયા હતા. ઠંડીમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધે છે? ડોક્ટરોના મતે, ખાસ કરીને વૃદ્ધો અને પહેલેથી જ બીમાર લોકોએ ઠંડા હવામાનમાં વધુ સાવધ રહેવાની જરૂર છે. ચંદીગઢ પીજીઆઈ એડવાન્સ કાર્ડિયાક સેન્ટરના પ્રોફેસર ડો. વિજયવર્ગીયના જણાવ્યા અનુસાર, ઠંડીને કારણે શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જે હૃદય પર દબાણ વધારી શકે છે. ફિઝિકલ એક્ટિવિટી અસર કરે છે ડો.વર્ગીયના જણાવ્યા અનુસાર, ઠંડીને કારણે બ્લડ પ્રેશર વધવું, આર્ટિલરીમાં સંકોચન અને લોહી ગંઠાવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આ તમામ કારણો હાર્ટ એટેકનું જોખમ વધારે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઠંડીમાં હૃદય શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ વર્ક કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments