back to top
Homeમનોરંજનકપૂર ફેમિલીના રિયુનિયનમાં જોવા મળ્યો અમિતાભનો દોહિત્ર:નીતુ કપૂરે શેર કરી તસવીરો, અગસ્ત્ય...

કપૂર ફેમિલીના રિયુનિયનમાં જોવા મળ્યો અમિતાભનો દોહિત્ર:નીતુ કપૂરે શેર કરી તસવીરો, અગસ્ત્ય નંદા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઈક્કીસ’માં જોવા મળશે

અગસ્ત્ય નંદાએ તાજેતરમાં જ કપૂર પરિવારના ગેટ-ટુગેધરમાં હાજરી આપી હતી. નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફેમિલી રિયુનિયનની કેન્ડિડ તસવીરો શેર કરી છે. જેમાં અગસ્ત્ય પણ જોવા મળે છે. નીતુ કપૂરે તસવીરો શેર કરી છે
નીતુ કપૂરે ફેમિલી રિયુનિયનની તસવીરો શેર કરી છે. ફોટામાં અગસ્ત્ય નંદા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. અગસ્ત્ય શ્વેતા બચ્ચન નંદા અને નિખિલ નંદાનો પુત્ર છે. કપૂર પરિવાર સાથે તેમનો જૂનો સંબંધ છે. નિખિલ નંદા, રિતુ કપૂર અને રાજન નંદાનો પુત્ર છે. રિતુ કપૂર નંદા રાજ કપૂર અને કૃષ્ણા કપૂરની પુત્રી છે. કપૂર પરિવારે થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરી હતી
આ પહેલા નીતુ કપૂરે તેના પરિવાર સાથે થાઈલેન્ડમાં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને તેની પુત્રી રાહા, સોની રાઝદાન, રિદ્ધિમા કપૂર, ભરત સાહની અને સમારા સાહની જોવા મળ્યા હતા. અગસ્ત્ય અને સુહાના ખાનની ડેટિંગની અફવાઓ
અગસ્ત્ય નંદાની વાત કરીએ તો તેનું નામ લાંબા સમયથી શાહરુખ ખાનની પુત્રી સુહાના સાથે જોડાયેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. ઘણીવાર બંને પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. અગસ્ત્ય અને સુહાનાની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે. અગસ્ત્ય-સુહાના ઘણી વખત સાથે જોવા મળ્યા હતા
થોડા મહિના પહેલા જ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા બોલિવૂડની દિવાળી પાર્ટીમાં સાથે એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. બંને એક જ કારમાં સાથે બેસીને પાર્ટીમાં આવ્યા હતા. તેમજ બંને વેકેશનમાં સાથે જોવા મળ્યા હતા. બંને લંડનમાં સાથે વેકેશન મનાવતા જોવા મળ્યા હતા. અગસ્ત્ય અને સુહાના લંડનમાં સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. ડિનર કરતી વખતેના તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. જોકે, અત્યાર સુધી બંનેએ જાહેરમાં તેમના રિલેશનશિપમાં હોવાની વાતને સ્વીકારી નથી. આ બંનેએ ફિલ્મ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું
અગસ્ત્ય નંદા અને સુહાના ખાન એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેએ ફિલ્મ આર્ચીઝથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં બંને એકબીજા સાથે રોમાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. અગસ્ત્ય અક્ષય કુમારની ભત્રીજી સાથે જોવા મળશે
અગસ્ત્યના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ફિલ્મ ઇક્કીસમાં જોવા મળશે. આ ફિલ્મમાં અગસ્ત્યની સાથે ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા ફિલ્મ ઈક્કીસથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments