back to top
Homeમનોરંજન'ટોક્સિક'નું ટીઝર રિલીઝ:મોંમાં સિગરેટ સાથે  ફુલ સ્વેગમાં જોવા મળ્યો યશ, જન્મદિવસે ફેન્સને...

‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ:મોંમાં સિગરેટ સાથે  ફુલ સ્વેગમાં જોવા મળ્યો યશ, જન્મદિવસે ફેન્સને આપી ભેટ

સુપરસ્ટાર યશ 8મી જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે તે 39 વર્ષનો થયો. તેના જન્મદિવસ પર તેણે તેના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે દમદાર લુકમાં જોવા મળી રહ્યો છે. ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને ફિલ્મને લઈને યશના ચાહકોની ઉત્તેજના બમણી થઈ ગઈ છે. ‘ટોક્સિક’ના ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, પરંતુ શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી શકાય છે. ટીઝરમાં જોઈ શકાય છે કે યશ તેની લક્ઝરી કારમાંથી નીચે ઉતરે છે અને સિગાર પીતી વખતે ક્લબમાં સંપૂર્ણ સ્વેગમાં પ્રવેશ કરે છે. તેના લુકની વાત કરીએ તો તે વધેલી દાઢી અને ટૂંકા વાળ સાથે જોવા મળે છે. ટીઝરના અંતે, યશ ક્લબની અંદર એક છોકરીને રિઝવતો કરતો અને તેના પર શેમ્પેનની બોટલ રેડતો જોવા મળે છે. 7 વર્ષમાં યશની ત્રીજી ફિલ્મ
યશના ચાહકોને ફિલ્મનું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લગભગ 7 વર્ષના ગાળામાં આ તેની ત્રીજી રિલીઝ હશે. તેની પ્રથમ ‘KGF ચેપ્ટર- 1’ વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ 2022માં સિક્વલ ‘KGF ચેપ્ટર 2’ આવી. 100 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1200 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. યશની ફિલ્મ ‘ટોક્સિક’નું નિર્દેશન ગીતુ મોહનદાસ કરી રહ્યા છે, જે અગાઉ ‘મૂથોન’ અને ‘લાયર્સ ડાઇસ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. રિલીઝ ડેટ જાહેર નથી
આ બિગ બજેટ ફિલ્મ કેવીએન પ્રોડક્શન્સ અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશનના બેનર હેઠળ બની રહી છે. મેકર્સે હજુ સુધી ‘ટોક્સિક’ની રિલીઝ ડેટ જાહેર કરી નથી. પહેલા આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ મોડી થવાની સંભાવના છે. ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે કોઈ અપડેટ નથી. એવું માનવામાં આવે છે કે કિયારા અડવાણી અને નયનથારા પણ આ ફિલ્મનો ભાગ બની શકે છે. અત્યાર સુધી મેકર્સે સત્તાવાર રીતે માત્ર અક્ષય ઓબેરોયના નામની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments