back to top
Homeસ્પોર્ટ્સશું તમને ખબર છે મેરેથોનમાં પણ મેઝરમેન્ટ હોય છે?:મળો 'સુરી પાજી'ને, જેઓ...

શું તમને ખબર છે મેરેથોનમાં પણ મેઝરમેન્ટ હોય છે?:મળો ‘સુરી પાજી’ને, જેઓ ભારતના ત્રીજા અને ગુજરાતને પહેલા એવા વ્યક્તિને જેને વર્લ્ડ એથ્લેટિક્સ એન્ડ AIMSએ સર્ટિફિકેટ આપ્યું

રમતગમતની દુનિયામાં ‘સુરી પાજી’ તરીકે ઓળખાતા, સુરપ્રીત સિંહ ખાલસા. 2013થી, આ ફિલ્ડમાં સતત કાર્યરત રહીને અનેક ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ ઇવેન્ટનો અનુભવ છે. 45થી વધુ રેસ ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા છે. તો 50થી વધુ રૂટ-ઇન-ચાર્જ તરીકે કાર્યરત રહ્યા છે. આ જ સુરી પાજી હવે ભારતના માત્ર ત્રીજા અને ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે, જેઓને World Athletics અને AIMS (એસોસિયેશન ઑફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસિસ) તરફથી ઈન્ટરનેશનલ સર્ટિફાઇડ કોર્સ મેઝરમેન્ટ (ટેક્નિકલ ભાષા) તેમાં એક્રેડિટેશન મળ્યું છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાત કરી…ચાલો જાણીએ આ એક્રેડિટેશન હકીકતમાં છે શું અને રેસમાં તેઓનું શું કામ હોય છે… સવાલ: આ સર્ટિફિકેટનો મતલબ શું..?
જવાબ: મને હાલમાં જ સર્ટિફિકેટ મળ્યું છે તે વર્લ્ડ એથ્લેટિક્સ એન્ડ AIMS, (એસોસિયેશન ઑફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસિસ) દ્વારા પ્રમાણિત હોય છે.
ઈન્ટરનેશનલ સર્ટિફાઇડ કોર્સ મેઝરમેન્ટ (ટેક્નિકલ ભાષા) તેમાં એક્રેડિટેશન મળ્યું છે. રૂટ મેજરમેન્ટ કરવાનો છે, તેને સર્ટિફાઇડ કરવાનો હોય છે. ફૂલ મેરેથોનમાં 42.195 km અથવા હાફ મેરેથોન 21.0975 km, તે એક્ઝેટ ડિસ્ટન્સ મેઝર કરવા માટે સર્ટિફિકેટ મળ્યું છે. જે રેસને AIMS/વર્લ્ડ એથ્લેટિક્સ સર્ટિફાઇડ કરવાનો હોય છે, તે અમારો કોન્ટેક્ટ કરે છે. અમે સાયકલ ચલાવીને રૂટ મેઝર કરીએ છીએ અને પછી રિપોર્ટ બનાવીને સર્ટિફિકેટ ઇશ્યુ કરીએ છીએ. જે નક્કી કરેલો ડિસ્ટન્સ હોય છે મેરેથોન ઓર્ગેનાઇઝર દ્વારા, તે જ પ્રમાણે અમે આ બધાને મેઝર કરીએ છીએ. સવાલ: આ સર્ટિફિકેટ મેળવવા માટે તમે શું કર્યું?
જવાબ: હું ખુદ રનર રહ્યો છું, 15 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારું પ્રોફેશન જ આ છે. રેસ ડાયરેક્ટર હોય કે પછી રૂટ મેજરમેન્ટ હોય કે પછી એડવાઇઝર હોય, હું આ જ ફિલ્ડમાં છું. જેમ સ્પેક્ટેટરમાં ક્રિકેટ, ફૂટબોલ હોય છે, તેવી જ રીતે, પાર્ટિસિપેશન સ્પોર્ટમાં મેરેથોન આવે છે. હવે આમાં આગળ વધવા માટે 2017માં બેંગલુરુમાં મેં વર્કશોપમાં ભાગ લીધો હતો. વર્કશોપ અટેન્ડ કર્યા પછી 2024 સુધી હું રિપોર્ટ્સ સબમીટ કરતો હતો. જેમાં અલગ અલગ મેરેથોનમાં મેં જે કામ કર્યું છે, તે બતાવતો. 2024માં બેંગલુરુમાં એસેસમેન્ટ થયું (એક એક્ઝામ હોય છે). જેમાં કેવી રીતે સાયકલ ચલાવી, કઈ રીતે હું મેપ બનાવવું છું. કઈ રીતે રિડિંગ્સ લઉં છું. આ બધા પછી તે લોકો એક્રેડિટેશન આપે છે. આખા ભારતમાંથી અત્યાર સુધીમાં માત્ર 3 જણને જ આ સર્ટિફિકેટ ( એક્રેડિટેશન) મળ્યું છે. જેમાંથી હાલમાં મને મળ્યું છે. ગુજરાતમાંથી પહેલો અને ભારતમાં ત્રીજો એવો છું, જેને આ એક્રેડિટેશન મળ્યું છે. સવાલ: હવે આમાં આગળ તમે ક્યાં જશો…આ તમને ક્યાં કામ લાગશે..?
જવાબ: જેમ મેં કહ્યું કે આ સર્ટિફિકેટ મેળવવા મને 7-8 વર્ષનો સમય લાગ્યો. આ સર્ટિફિકેટમાં પણ અલગ-અલગ ત્રણ ગ્રેડ હોય છે. A,B, અને C. હવે મને B ગ્રેડ મળ્યો છે. આપણે બધા જ જાણીએ છીએ કે અમદાવાદમાં ઓલિમ્પિક્સ યોજવાનું પ્લાનિંગ છે. જેમાં આપણે બિડ પણ કરવા માટે વિચારી રહ્યા છીએ. હવે તમે જે મેરેથોન જુઓ છો, તે ઓલિમ્પિક્સમાં યોજાશે. એટલે હજું મારે 10-12 વર્ષ ઘણી મહેનત કરીને ‘A’ ગ્રેડ મેળવવાનો ટાર્ગેટ છે. જેથી કરીને હું આ રૂટ મેઝરર ઓલિમ્પિકમાં બનું. આપણા ઘરે આટલી મોટી ઇવેન્ટ યોજાતી હોય, અને તેમાં પાર્ટિસિપેશન હોય, તે ખૂબ જ મોટી અચીવમેન્ટ કહેવાય. સવાલ: સાયકલમાં એક ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે, તે શું હોય છે?
જવાબ: સર્ટિફાઇડ કોર્સિસ જોન્સ કાઉન્ટર નામના ડિવાઇસનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જે સાયકલ વ્હીલના હબ સાથે જોડાયેલ છે. તાપમાન અને ટાયરનું દબાણ દરેક માઇલ અથવા કિમીમાં ગણતરીઓની સંખ્યાને અસર કરે છે,.જોન્સ કાઉન્ટરને દરેક માપન સત્ર પહેલાં ઓછામાં ઓછા ચાર વખત અને દરેક માપન સત્ર પછી બીજી ચાર વખત માપાંકિત કરવું આવશ્યક છે. આ કેલિબ્રેશન રાઈડ સીધા, સપાટ, મોકળા કેલિબ્રેશન કોર્સ પર કરવામાં આવે છે, જેની લંબાઈ સામાન્ય રીતે 300-400 મીટર હોય છે. કોઈપણ કેલિબ્રેશન કોર્સ સ્ટીલ ટેપનો ઉપયોગ કરીને બે વાર માપવામાં આવે છે. સ્ટીલ ટેપનું તાપમાન પણ પરિબળ છે. એકવાર કેલિબ્રેશન કોર્સ પ્રમાણિત થઈ જાય, તે ભવિષ્યના ઘણા બીજા મેરેથોન ઇવેન્ટમાં માપ માટે ઉપયોગમાં લઈ શકાય છે. રનર્સ માટે શોર્ટ પોસિબલ રૂટ માટે મેઝરમેન્ટ લેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments