ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગન ‘મેટલ સ્ટોર્મ’ બનાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીના આ સૌથી શક્તિશાળી હથિયારમાં પાંચ કે તેથી વધુ બેરલ છે, દરેક બેરલ 4.5 લાખ રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ગોળીઓ ફાયર કરી શકે છે. હાલ સૌથી શક્તિશાળી ગન વેપન સિસ્ટમ અમેરિકન સેના પાસે છે. ફાલાનક્સની આ અમેરિકન મશીનગન દર મિનિટે 4500 રાઉન્ડ ફાયર કરી શકે છે. એટલે ચીનની આ મશીનગન સો ગણી વધુ શક્તિશાળી છે. મિનિટોમાં લાખો ગોળીઓ છોડનારી આ ગનમાં ગોળીઓ ભરવી મોટો પડકાર હતો. પરંતુ તાઈયુઆનના શોધકર્તાઓએ તેના માટે પણ સમાધાન શોધી લીધું. તેમણે બોક્સ ટાઈપ રોટરી ફાયરિંગ ટેક્નિક તૈયારી કરી છે. તેમાં કન્ટેનર બદલાય એવી મેગઝિન હોય છે. તેમાં બેરલ ભરવાના હોય છે, દરેક બેરલમાં ગોળીઓના પેક હોય છે. ગોળીઓ છોડ્યા બાદ ડિસ્પોજેબલ બેરલને કન્ટેનરની સાથે ફેંકવામાં આવે છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ નોર્ધન ચાઈના યુનિવર્સિટીના મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર લૂ શુતાઓ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે આ ઈનોવેટિવ ટેક્નિક લોડિંગની ગતિમાં સુધારો કરી શકે છે. વારંવાર લોડિંગ કરવા છતાં બેરલની તાકાત અને સચોટતા કાયમ રાખી શકે છે. મેટલસ્ટોર્મનો કોન્સેપ્ટ પહેલીવાર 90ના દશકમાં ઓસ્ટ્રેલિયન સંશોધક માઈક ઓ’ડાયરે આપ્યો હતો. તેમાં 36 બેરલ સિસ્ટમ છે, દર મિનિટે 10 લાખ રાઉન્ડ ફાયર કરવામાં સક્ષમ છે. ચીની સેનાએ 2006માં તેના માટે 10 કરોડ ડૉલરની રજૂઆત કરી હતી. પરંતુ અમેરિકન સૈન્ય વિભાગે ઝડપ દર્શાવતા ઓ’ડાયર સાથે જોડાણ કરી અનેક આધુનિક હથિયાર ટેક્નોલોજી તૈયાર કરી. જોકે આ પ્રોજેક્ટને રોકી દેવાયો અને મેટલ સ્ટોર્મ ઈન્ક 2012માં દેવાળિયા થઈ ગઈ. પરંતુ ચીને આ ટેક્નિક પર કામ ચાલુ રાખ્યું. એક સાથે ધડાકાભેર ફાયરિંગ માટે કોન્ટેક્ટલેસ ટ્રિગર બનાવાયું
મિકેનિકલ ટ્રિગરવાળી પારંપરિક મશીનગન ચીની સેનાની 7500 શોટ્સ પ્રતિ સેકન્ડની ડિમાન્ડ પૂરી કરી શકતી નહોતી. લૂ અને તેમની ટીમે એક કોન્ટેક્ટલેસ ઈલેક્ટ્રોનિક ટ્રિગર બનાવ્યું જે કોઈલનો ઉપયોગ કરે છે. આ ટ્રિગર બુલેટમાં મિશ્ર ધાતુના તારને પીગળાવતા ઉચ્ચ-ઊર્જા જેટ બને છે જે વિસ્ફોટકને પ્રજ્વલિત કરે છે. ટેસ્ટના આધાર પર તે 17.5 માઈક્રો સેકન્ડમાં ફાયર કરે છે અને પ્રતિ બેરલ પ્રતિ મિનિટ 4.5 લાખ રાઉન્ડનું પ્રદર્શન કરી શકે છે. પૂર્ણ રીતે વિકસિત થતાં તે એક મિનિટમાં 22.5 લાખ રાઉન્ડ ફાયર કરી શકશે.