back to top
Homeભારતયુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો:જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ...

યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો:જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર; ભારતે હસીનાના વિઝા લંબાવ્યા

​​​​​​બાંગ્લાદેશની યુનુસ સરકારે મંગળવારે જુલાઇમાં થયેલી હિંસા મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. હસીનાનો પાસપોર્ટ રદ થયાના થોડા સમય બાદ ભારત સરકારે તેના વિઝા લંબાવ્યા હતા. આથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હસીનાને બાંગ્લાદેશ મોકલશે નહીં. આ પહેલા 6 જાન્યુઆરીએ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ટ્રિબ્યુનલે હસીનાને 12 ફેબ્રુઆરી સુધીમાં પોતાની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાને ડિપોર્ટ કરવા સરકારને વિનંતી પણ કરી છે. બાંગ્લાદેશના સ્વતંત્ર તપાસ પંચના વડા મેજર જનરલ ફઝલુર રહેમાનનું કહેવું છે કે જો ભારત શેખ હસીનાને ડિપોર્ટ નહીં કરે તો પંચ ભારત આવીને તેમની પૂછપરછ કરવા તૈયાર છે. હત્યામાં સામેલ હોવાના કારણે હસીના સહિત 75 લોકોના પાસપોર્ટ રદ કર્યા બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSSના જણાવ્યા અનુસાર, યુનુસના પ્રવક્તાએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે પાસપોર્ટ વિભાગે બળજબરીથી ગુમ કરવામાં આવેલા 22 લોકોના પાસપોર્ટ રદ કરી દીધા છે, જ્યારે શેખ હસીના સહિત 75 લોકોના પાસપોર્ટ જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની સંડોવણી માટે રદ કરવામાં આવ્યા છે. ખરેખરમાં, 5 ઓગસ્ટે ઉથલપાથલ બાદ શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લીધો હતો. ત્યારથી તેઓ અહીં જ છે. બાંગ્લાદેશમાં બળવા પછી બનેલી યુનુસ સરકારે હસીના વિરુદ્ધ હત્યા, અપહરણથી લઈને દેશદ્રોહ સુધીના 225થી વધુ કેસ નોંધ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ કરાર શું છે? વર્ષ 2013ની વાત છે. ભારતના નોર્થ-ઈસ્ટના ઉગ્રવાદી જૂથના લોકો બાંગ્લાદેશમાં છુપાયેલા હતા. સરકાર તેમને બાંગ્લાદેશમાં શરણ લેતા રોકવા માંગતી હતી. તે જ સમયે બાંગ્લાદેશના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનના લોકો ભારતમાં છુપાયેલા હતા. આ સમસ્યાનો સામનો કરવા માટે બંને દેશોએ પ્રત્યાર્પણ કરાર કર્યો હતો. આ અંતર્ગત બંને દેશ એકબીજાના સ્થળોએ આશરો લઈ રહેલા ભાગેડુઓને પરત કરવાની માંગ કરી શકે છે. જો કે, આમાં એક પેચ છે કે ભારત રાજકીય રીતે સંબંધિત કેસમાં કોઈ વ્યક્તિને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કરી શકે છે, પરંતુ જો તે વ્યક્તિ વિરુદ્ધ હત્યા અને અપહરણ જેવા ગંભીર કેસ નોંધવામાં આવે છે, તો તેના પ્રત્યાર્પણને રોકી શકાય નહીં. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ સમજૂતી બદલ બાંગ્લાદેશે 2015માં યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમના નેતા અનુપ ચેટિયાને ભારતને સોંપ્યો હતો. ભારતે પણ અત્યાર સુધીમાં બાંગ્લાદેશના ઘણા ભાગેડુઓને પાછા મોકલ્યા છે. કરારમાં 2016ના સુધારા મુજબ, પ્રત્યાર્પણની માંગ કરનાર દેશને ગુનાનો પુરાવો આપવાની પણ જરૂર નથી. આ માટે કોર્ટ દ્વારા જાહેર કરાયેલ વોરંટ પૂરતું છે. અનામત વિરુદ્ધના આંદોલને ઉછલપાછલ કરી હતી ગયા વર્ષે, 5 જૂને, હાઇકોર્ટે બાંગ્લાદેશમાં નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, જેના પછી ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જ્યારે આ આઅનામત નાબૂદ કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ શરૂ કરી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો વડાપ્રધાન અને તેમની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધના બે મહિના પછી 5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા. આ પછી વચગાળાની સરકાર બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments