બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા તેમજ મજૂરી કામ કરાવતા હોવાનો વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોએ સોંદર્થી શાળાને તાળાબંધી કરી હતી. જેને લઇને જવાબદાર આચાર્યને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યને હ્યાવિને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ખસેડી લેવાયા છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાનો તેમજ મજૂરીકામ કરાવતા હોવાનો વીડિયો શનિવારે વાઇરલ થયો હતો. જેને લઇને ગ્રામજનોએ વિરોધ નોંધાવતા સોમવારે તાળાબંધી કરી હતી.ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તરગોળ શાળાના આચાર્ય ભાવના મકવાણાને હટાવીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મૂકી દેવામાં આવ્યા છે અને શાકના આચાર્યનો ચાર્જ અન્ય શિક્ષકને સોપી દેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે છોટા ઉદેપુર જિલ્લાનું શિક્ષણ વિભાગ હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહે છે. સમયાંતરે કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરીને બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરે તે ખૂબ જરૂરી બન્યું છે.