back to top
Homeદુનિયાજીરો ડ્રીગ્રી તાપમાનમાં ભક્તોની જનમેદની:ઈંગ્લેન્ડ-લંડનના પીનર શહેરમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ...

જીરો ડ્રીગ્રી તાપમાનમાં ભક્તોની જનમેદની:ઈંગ્લેન્ડ-લંડનના પીનર શહેરમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

ઈંગ્લેન્ડ દેશનાં લંડન ખાતેનાં પીનરમાં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ‘વડતાલધામ પીનર’ તૈયાર થયું છે. વિદેશનાં વૈભવી જીવનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આવતી પેઢીઓમાં જળવાઈ રહે એ હેતુસહની ઈંગ્લેન્ડ લંડનનાં ભક્તોની માંગણીથી વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તથા નાનાલાલજી મહારાજ, પુષ્પેદ્રપ્રસાદ મહારાજ, બાળલાલજી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજ તથા બાળલાલજી દિગ્વિજયેન્દ્રપ્રસાદ મહારાજ સહિત ધર્મકુળ પરીવારના સાંનિધ્યમાં વિદ્વાન વિપ્રો દ્વારા વેદોક્ત વિધિ સાથે શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 5/1/2025નાં રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તા. 4/1/2025નાં રોજ ઠાકોરજી અને ધર્મકુળની પીનર શહેરમાં જીરો ડ્રીગ્રી તાપમાનમાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં લંડનનાં રાજકીય આગેવાનો કોનઝર્વેટીવ પાર્ટીનાં કાઉન્સિલર કુહા કુમારાન, તથા કાઉન્સિલર જેનેટ મોટે- હેરો. હિતેશ કેરાઈ-પીનર મેથવ ગુડવીન, સમિર કુમારીયા-કેન્ટન લીબર્ટી પાર્ટીનાં લંડન એસેમ્બલી મેમ્બર કુપેશ હિરાણી તથા નવીન શાહ – CBE ચેરમેન ઓફ લંડન એસેમ્બલી તથા વેસ્ટ હેરો મેયર રેખા શાહ તથા હેરો મેયર અજય મારૂ કાઉન્સિલર નિતિન પારેખ સાથે બ્રિટિશ હિન્દુ યુથ પ્રમુખ વેલજી વેકરિયા આદિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠા મહોત્સવમાં પત્ર લખીને શુભકામનાઓ પાઠવી હતી. આ મહોત્સવમાં ભારત, અમેરિકા, કેનેડા, જર્મની, આદિક દેશોથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન તા. 31/12/24થી તારીખ.4/1/25 સુધી કરવામાં આવ્યું હતું. જેમાં ગઢપુરનાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીએ કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઈંગ્લેન્ડ જેવા દેશમાં જીરો ડ્રીગ્રી તાપમાનમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે ગાદીવાળા માતૃશ્રી સહિત બન્ને વહુજી મહારાજ તથા બાબારાજા તથા લાલીરાજા પધારી બહેનોનેં સત્સંગનો લાભ આપ્યો હતો. સાથે મંદિર ખાતે મહોત્સવ માણવા પધારતા ભક્તો માટે લંડનનાં મહિલા મંડળ દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લંડન પીનરની યાત્રામાં જુનાગઢથી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, સ્વામી ભક્તિકિશોરદાસજી વડતાલથી સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી કૈવલ્ય સ્વામી તથા સર્વમંગલદાસજી, જનમંગલભગત સહિત જોડાયા છે અને સત્સંગ કથાનો લાભ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments