back to top
Homeભારતમહિલા સહકર્મીને કિચનની છરીથી રહેંસી નાખી:ઓફિસની પાર્કિંગમાં લોકો જોતા રહ્યા; આરોપીએ કહ્યું-...

મહિલા સહકર્મીને કિચનની છરીથી રહેંસી નાખી:ઓફિસની પાર્કિંગમાં લોકો જોતા રહ્યા; આરોપીએ કહ્યું- પિતાની ખરાબ તબિયતના બહાને પૈસા લઇ ગઈ, પછી પરત ન કર્યા

પુણેના એક કોલ સેન્ટરમાં કામ કરતા યુવકે મંગળવારે કંપનીના પાર્કિંગમાં એક સહકર્મી યુવતીની હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે યુવતી જમીન પર બેઠી છે અને યુવક તેના પર છરી વડે હુમલો કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો ત્યાં ઉભા જોવા મળે છે, પરંતુ યુવકને કોઈ રોકતું નથી. યુવક જ્યારે છરી ફેંકીને જવા લાગ્યો ત્યારે લોકો આગળ વધીને તેને રોકે છે. કેટલાક લોકોએ તેને માર પણ માર્યો હતો. આ પછી કેટલાક લોકો જમીન પર પડેલી મહિલા પર ધ્યાન આપે છે. 5 તસવીરોમાં જુઓ સમગ્ર ઘટના… આરોપીનો દાવો- યુવતીએ પૈસા ઉછીના લીધા હતા, પરત કરવાની ના પાડી રહી હતી
આરોપી યુવકનું નામ ક્રિષ્ના કનોજા (ઉં.વ.30) છે. તે યરવડા સ્થિત WNS ગ્લોબલ (એક બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપની)માં એકાઉન્ટન્ટ છે. તેણે જણાવ્યું કે, તેની સહકર્મી શુભદા કોદારે (ઉં.વ.28)એ તેની પાસેથી ઘણી વખત પૈસા ઉછીના લીધા હતા. તેણે કહ્યું કે, મહિલાએ કહ્યું હતું કે તેના પિતા બીમાર છે અને તેમની સારવાર માટે પૈસાની જરૂર છે. વધુમાં તેણે જણાવ્યું કે, જ્યારે તેણે શુભદાને પૈસા પરત કરવા કહ્યું ત્યારે શુભદાએ તેના પિતાની સ્થિતિને ટાંકીને પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી કનોજા તેના ગામ ગયો અને સત્ય જાણ્યું. તેને ખબર પડી કે તેના પિતા સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમને કોઈ તકલીફ નથી. મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ કનોજાએ કોદારેને તેની ઓફિસના પાર્કિંગ એરિયામાં બોલાવીને તેની સાથે આ બાબતે વાત કરી અને તેના પૈસા પાછા માંગ્યા. કોદારે પૈસા પરત કરવાનો ઇનકાર કરે છે, જેના કારણે દલીલ થઈ હતી અને ગુસ્સે ભરાયેલા કનોજાએ તેને રસોડામાં વપરાતી છરી વડે મારી નાખી. યુવતીને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. ——————————- આ સમાચાર પણ વાંચો… તે મદદ માટે બૂમો પાડતી રહી…હત્યારાએ ધડાધડ ચાકુના ઘા ઝીંક્યા:બેંગલુરુના ગર્લ્સ PGમાં યુવક ઘૂસ્યો, યુવતીને રૂમમાંથી બહાર ખેંચી મોતને ઘાટ ઉતારી, CCTVમાં ક્રૂરતા કેદ ગયા વર્ષે 23 જુલાઈએ બેંગલુરુના PGમાં 24 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી. તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોઈ શકાય છે કે આરોપી રાત્રે 11 વાગ્યે યુવતીના PGમાં પહોંચ્યો હતો. દરવાજો ખટખટાવી તેને બહાર કાઢી. આ પછી તેણે ગેલેરીમાં છરી વડે હુમલો કર્યો. આરોપીએ બે મિનિટમાં યુવતી પર 20 વાર છરી વડે ઘા કર્યા અને પછી તેનું ગળું કાપીને ભાગી ગયો. અવાજ સાંભળીને PGમાં રહેતી અન્ય યુવતીઓ બહાર આવી, પરંતુ કોઈએ મદદ ન કરી. બાદમાં યુવતીનું ત્યાં જ મોત થયું હતું. આ ઘટના વેંકટ્રેડી લેઆઉટ સ્થિત ભાર્ગવી સ્ટેઈંગ હોમ્સ ફોર લેડીઝમાં બની હતી. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ અભિષેક તરીકે થઈ. તેણે જે છોકરીની હત્યા કરી, તેનું નામ કૃતિ હતું. તે બિહારની રહેવાસી હતી. પોલીસે આરોપીની મધ્યપ્રદેશના ભોપાલથી ધરપકડ કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… 34 સેકન્ડમાં જ યુવતીને પતાવી દીધી, CCTV:બોયફ્રેન્ડ 20 વર્ષની યુવતીને લોખંડના પાનાથી છેલ્લા શ્વાસ સુધી મારતો રહ્યો, લોકો બાજુમાં ઊભા રહી જોતા રહ્યા 7 મહિના અગાઉ મુંબઈના વસઈમાં એક સનસનાટી મચાવી નાખે એવી ઘટના સામે આવી હતી. એક પાગલ પ્રેમીએ 20 વર્ષની યુવતીને લોખંડના પાના વડે માથાના ભાગે માર મારીને હત્યા કરી નાખી હતી. બધાની સામે રસ્તા પર એટલી નિર્દયતાથી હત્યા કરી કે આસપાસના લોકો આ જોઈને કંપી ઊઠ્યા હતા. 34 સેકન્ડમાં હુમલાખોરે યુવતીને જાહેરમાં એક બાદ એક 15 ઘા માર્યા હતા, જ્યાં સુધી તેણે પોતાનો દમ ના તોડ્યો ત્યાં સુધી યુવક યુવતી પર સતત પાનાથી હુમલો કરતો રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments