સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા માળ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 20, જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના અને હમાસને 20, જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે ફરી વૈશ્વિક જીયો પોલિટિકલ ટેન્શન વધવાના ફફડાટ અને બીજી તરફ ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
ભારતીય શેરબજાર માટે વર્ષ 2025 અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.96% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.17% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4067 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2750 અને વધનારની સંખ્યા 1211 રહી હતી, 106 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા 1.87%, હિન્દુસ્તાન યૂનિલિવર 1.50%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.38%, કોટક બેન્ક 1.26%, એશિયન પેઈન્ટ 0.69%, ભારતી એરટેલ 0.50%, આઈટીસી લી.0.14%, ટાઈટન કંપની 0.09%, એચસીએલ ટેકનોલોજી 0.09% અને ઇન્ડસઇન્ડ બેન્ક 0.01% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ 2.07%, ઝોમેટો લિ.1.92%, લાર્સેન 1.88%, ટાટા મોટર્સ 1.68%, અદાણી પોર્ટ 1.78%, ટીસીએસ લી. 1.72%, એચડીએફસી બેન્ક 1.56%, એનટીપીસી લી.1.55%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.41% અને એકસિસ બેન્ક 1.25% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23648 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઇન્ટના પ્રથમ અને 23404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23676 પોઇન્ટથી 23606 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49787 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49606 પોઇન્ટના પ્રથમ અને 49474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 49880 પોઇન્ટથી 50088 પોઇન્ટ,50188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.49404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2514 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2488 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2470 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2547 થી રૂ.2570 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2494 ઉપર તેજી તરફી ધ્યાન. એસીસી લીમીટેડ ( 1978 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1944 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1930 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1993 થી રૂ.2008 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. લ્યુપીન લીમીટેડ ( 2262 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2303 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2230 થી રૂ.2217ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2323 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. મુથૂટ ફાઈનાન્સ ( 2187 ):- રૂ.2188 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2203 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2123 થી રૂ.2108 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2218 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ઓકટોબર મહિનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં ઘટાડાને પરિણામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતાના ઉમેરા પર જોવા મળી રહી છે. વર્ષ 2024ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ 97.70 લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ 26.30% ઓછા છે. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાના ભયે ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ 7.30% અને નિફટી 8.30% ઘટાડો થયો હતો, જે 2022ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો રહ્યો હતો. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાવ્યું છે. સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા પરિણામ તથા નબળી માગે પણ રોકાણકારોમાં નિરાશા ફેલાવી છે. અગામી દિવોસમાં ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, કેન્દ્રીય બજેટ અને આરબીઆઇની પોલિસી પર ભારતીય શેરબજારની નજર રહેશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.