બીઝેડ કૌભાંડે રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી અને આ કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ સાથે એકાઉન્ટેટ તરીકે કામ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.રાજ્યમાં બી ઝેડ કૌભાંડ બહાર આવતા જ રોકાણકારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને લોકો પાસેથી રોકાણના નામે કરોડો રૂપિયા ખંખેર્યા હોવાની વિગતો બહાર આવી હતી. અને ફરિયાદ દાખલ થતા પોલીસે ઠગાઈ કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાની અટક કરી હતી અને પોલીસ તપાસમાં કરોડોના હિસાબો મળી આવ્યાં છે. અને બી ઝેડમાં એકાઉન્ટ સંભાળતા શખ્સને પોલીસે જૂનાગઢના માણાવદરથી દબોચી લીધો છે. અને તેમની પણ પૂછતાશ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ બીઝેડ કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં રાજ્યભરના લોકોના કરોડો રૂપિયા ફસાયા છે. અને આ કૌભાંડનો મુખ્ય આરોપી કહી શકાય તે ભુપેન્દ્રસિંહ ઝાલાને પોલીસે દબોચી લીધો હતો અને તપાસ સી.આઈ. ડીને સોંપવામાં આવી હતી.અને તપાસ દરમિયાન રાજ્યમાં 11.252 લોકો પાસેથી કરોડોની ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે.ત્યારે જ આ કૌભાંડનું પગેરૂ હવે જૂનાગઢ સુધી પહોંચ્યું છે.અને આ ગ્રૂપમાં એકાઉન્ટ વિભાગ સંભાળતો નરેશ મણીલાલા પ્રજાપતિ ફરાર થઇ ગયો હતો અને પોલીસે ચોક્કસ બાતમીના આધારે મંગળવારે રાત્રે માણાવદરમાંથી દબોચી લીધો હતો. અને કોર્ટમાં રજૂ કરતા 11 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં આ કૌભાંડના અનેક રહસ્યો ખુલી શકે છે. અડધો રૂમ ભરાય એટલા કાગળો મળ્યાં !
એકાઉન્ટ સંભાળતા આરોપી નરેશ પ્રજાપતિ ને સાથે રાખી પોલીસે હિમંતનગર સ્થિતિ ભાડાના મકાનમાં દરોડો પાડ્યો હતો.અને કાગળો કબ્જે કર્યા હતા જેમાં અડધો રૂમ ભરાય જાય એટલા કાગળો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. હજુ પણ ફરિયાદ લેવામાં આવશે : પોલીસ
પોલીસને તપાસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ પાસેથી મળેલા ચોપડાના આધારે 11,252 ભોગ બનનારા સામે આવ્યા છે. તમામ કાગળો ચકાસણી કરવામાં આવી છે જે મુજબ ભોગ બનનારા આ સિવાય અન્ય કોઈ લોકો નથી. જો હશે તો તેમની ફરિયાદ પણ લેવામાં આવશે આમ કરોડોનો કૌભાંડને લઈ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આરોપીની 100 કરોડની મિલકત મળી આવી
કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા ભુપેન્દ્રસિંહ ઝાલા પાસેથી 100 કરોડની મિલકત મળી આવી છે.અને કોર્ટના હુકમના આધારે આ રકમ રોકાણકારોને મળી શકે છે.તેવા નિર્દેશ સી.આઈ.ડી ના ઇન્ચાર્જ વડા ડી.આઈ.જી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.