back to top
Homeગુજરાતઅમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, CCTV:ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં...

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, CCTV:ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને ઢળી પડી, કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીનાં પેરેન્ટ્સ હાલ મુંબઈ છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતાં સ્ટાફની ગાડીમાં ઝાયડસ લઈ ગયા: પ્રિન્સિપાલ
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું હતું કે ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દાદા-દાદી સાથે રહેતી હતી બાળકી, માતા-પિતા મુંબઈમાં
કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેનાં દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેનાં માતા-પિતા અત્યારે મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈપણ બીમારી નહોતી તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની તપાસ થશે: સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજર
આ મામલે સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે બાળકીના મોત મામલે જાણ થતાં પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments