back to top
Homeભારતરામલલ્લાની પહેલી વર્ષગાંઠ:પંચામૃત અભિષેક સાથે ખાસ પૂજા શરૂ થઈ, આજે અહીં 5...

રામલલ્લાની પહેલી વર્ષગાંઠ:પંચામૃત અભિષેક સાથે ખાસ પૂજા શરૂ થઈ, આજે અહીં 5 હજાર ભક્તો રામકથા સાંભળશે

આયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ ઊજવવામાં આવી રહી છે. રામલલ્લાની ખાસ પૂજા શરૂ થઈ. પૂજારીઓએ રામલલ્લાનો પંચામૃત અભિષેક કર્યો હતો. તેમનો દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ગંગાના જળમાં સ્નાન કરાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી રામલલ્લાની મહા આરતી કરશે. રામ મંદિરને વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યાનું તાપમાન 4 ડિગ્રી છે. કડકડતી ઠંડીમાં દિલ્હી અને હિમાચલ સહિત 10 રાજ્યોમાંથી લોકો રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આજે 2 લાખ ભક્તો રામલલ્લાના દર્શન કરશે. મંદિર ટ્રસ્ટે અંગદ ટીલા ખાતે જર્મન હેંગર ટેન્ટ લગાવ્યા છે. જેમાં 5 હજાર મહેમાનો રોકાશે, જેમાંથી 110 VIP ગેસ્ટ હશે. અહીં રામ કથા પણ થશે. 11 થી 13 જાન્યુઆરી સુધી ઉત્સવો યોજાશે. આ 3 દિવસમાં કોઈ VIP દર્શન થશે નહીં. સવારે 6.30 થી 9.30 સુધી સામાન્ય દર્શન ચાલુ રહેશે. જુઓ 2 તસવીરો- રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ સંબંધિત અપડેટ્સ માટે લાઇવ બ્લોગમાં જુઓ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments