આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન અને બોની કપૂર-શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર ફિલ્મ ‘લવયાપા’થી મોટા પડદે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આમિર ખાને તાજેતરમાં જ કહ્યું હતું કે તે તેના બાળકો માટે ક્યારેય ઉપલબ્ધ નહોતો. એક્ટરે આ વાત તેના પુત્ર જુનૈદની આગામી ફિલ્મ ‘લવયાપા’ના ટ્રેલર લોન્ચના અવસરે કહી હતી. ‘હું પિતા તરીકે ક્યારેય ઉપલબ્ધ રહ્યો નહતો’
આમીર ખાને ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કહ્યું કે તેને તેના પુત્ર પર ગર્વ છે. જે રીતે તે પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. એક્ટરે કહ્યું- હું મારા બાળકો માટે પિતા તરીકે ક્યારેય ઉપલબ્ધ નથી રહ્યો. નાનપણમાં પણ મેં તેમના પર બહુ ધ્યાન આપ્યું ન હતું. મારું બધું ધ્યાન મારી જાત પર અને મારા કામ પર જ હતું. હું 1988થી આ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છું, હું 36 વર્ષથી વધુ સમયથી આ ઈન્ડસ્ટ્રીમાં છું. હવે મારો દીકરો પણ આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી રહ્યો છે અને તેનો હિસ્સો બનવા જઈ રહ્યો છે, તેથી આ મારા માટે ખૂબ જ ઈમોશનલ ક્ષણ છે. જુનૈદ આમિર અને રીનાનો પુત્ર છે.
આમિરે આગળ કહ્યું- જેવી રીતે મારી માતાએ મને ઉછેર્યો હતો તેમ રીના અને મેં જુનૈદ અને ઈરાને ઉછેર્યા હતા. જુનૈદ ખાન અને ઇરા ખાન આમિર અને તેની પહેલી પત્ની રીનાના બાળકો છે. આમિરે 18 એપ્રિલ 1986ના રોજ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2002માં બંનેએ છૂટાછેડા લીધા હતા. ‘લવાયાપા’ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે
જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ વિશે જણાવીએ, જેમાં બોની કપૂર-શ્રીદેવીની દીકરી ખુશી કપૂર લીડ રોલમાં છે. જુનૈદે ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મહારાજ’ સાથે સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેની પહેલી ફિલ્મ ‘લવયાપા’ 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન અદ્વૈત ચંદને કર્યું છે. ડિરેક્ટર અદ્વૈત ચંદને આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પણ બનાવી હતી. આમિર આગામી ફિલ્મ સિતારે જમીન પરમાં જોવા મળશે.