back to top
Homeમનોરંજન'બિગ બોસ'માં વિનર્સ પહેલાથી જ નક્કી હોય છે!:EX-વિનર શિલ્પા શિંદેએ કર્યો ખુલાસો,...

‘બિગ બોસ’માં વિનર્સ પહેલાથી જ નક્કી હોય છે!:EX-વિનર શિલ્પા શિંદેએ કર્યો ખુલાસો, કહ્યું- દર્શકોને મૂર્ખ બનાવવામાં આવે છે

કોન્ટ્રોવર્સી ટીવી શો બિગ બોસ-18 સતત ચર્ચામાં રહે છે. હવે આ શો ધીમે ધીમે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન ટીવી એક્ટ્રેસ અને ‘બિગ બોસ સીઝન 11’ની વિજેતા શિલ્પા શિંદેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે શોના મેકર્સ પર દર્શકોને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ વાઈરલ વીડિયોમાં શિલ્પા શિંદે કહેતી જોવા મળી રહી છે કે, ‘મને ખબર નથી પરંતુ કેટલાક લોકોને ખબર પડી છે કે માત્ર મેકર્સ જ વિજેતા નક્કી કરે છે. તેઓ પોતે બનાવે છે, ઘરેથી લાવે છે અને બતાવે છે. હવે ચેનલની મેકર્સ પાસે જે પણ વ્યૂહરચના છે, લોકોને તેના વિશે ખબર પડી ગઈ છે, તેથી લોકો હવે આ શોને વધુ જોતા નથી, કારણ કે તમે કોઈને અમુક હદ સુધી જ મૂર્ખ બનાવી શકો છો. યુઝર્સ પણ શિલ્પાના વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘તે સાચું છે.’, બીજાએ લખ્યું, ‘આનો મતલબ એ છે કે મેકર્સે તમને વિજેતા બનાવ્યા, તમે હકદાર ન હતા.’, ત્રીજાએ લખ્યું, હા કારણ કે હિના શોને લાયક હતી. ‘બિગ બોસ 18’માં કેટલા ખેલાડીઓ બાકી છે
‘બિગ બોસ 18’નો વિજેતા કોણ બનશે, તે 19 જાન્યુઆરીએ જ ખબર પડશે. અંતિમ દોડમાં કુલ 7 કન્ટેસ્ટન્ટ બાકી છે. શ્રુતિકા અર્જુન પછી, ચાહત પાંડેના એલિમેશન થવાની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં, શોમાં ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક પણ થયો જેમાં વિવિયન ડીસેના વિજેતા બન્યો પરંતુ તેણે ચૂમ દારંગને ટિકિટ આપી હતી. હજુ સુધી કોઈ ફાઇનલમાં પહોંચ્યું નથી. વિવિયન ડીસેના શરૂઆતથી જ બિગ બોસનો લાડલો રહ્યો છે. એટલા માટે વિવિયન, કરણવીર અને રજત દલાલ વિજેતા બનવાની રેસમાં આગળ છે. તેમની ફેન ફોલોઈંગ પણ મજબૂત છે. શિલ્પા શિંદે ‘બિગ બોસ 11’ વિનર છે
‘બિગ બોસ સીઝન 11’માં શિલ્પા શિંદે અને હિના ખાન વચ્ચે જોરદાર ટક્કર હતી, પરંતુ શિલ્પા શિંદેએ ટ્રોફી જીતી હતી. જો કે, તે સમયે સોશિયલ મીડિયા પર ઘણા લોકો માનતા હતા કે હિના ખાન ટ્રોફી જીતવાની હકદાર છે. ‘બિગ બોસ 18’નો ગ્રાન્ડ ફિનાલે 19 જાન્યુઆરીએ યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments