બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ખૂબ જ ચર્ચિત કપલ છે. આ કપલ શુક્રવારે વૃંદાવન પહોંચ્યું હતું, જ્યાં તેમણે પ્રેમાનંદ મહારાજનાં દર્શન કર્યાં હતાં. આ દરમિયાન તેની સાથે પુત્રી વામિકા અને પુત્ર અકાય પણ જોવા મળ્યાં હતાં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લેતાં જોઈ શકાય છે. એટલું જ નહીં, મહારાજની સામે આવતાં જ બંનેએ પહેલા પ્રણામ કર્યા. વાતચીત દરમિયાન અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસે પ્રેમભક્તિની માગ કરી. આના પર સ્વામીજી કહે છે કે તેઓ ખુશ છે કે પોતપોતાની કારકિર્દીમાં આટલી ઊંચાઈએ પહોંચ્યાં પછી પણ બંને ભગવાનની ભક્તિમાં તલ્લીન છે. કોહલી જેવો પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યો તેમણે તરત જ પૂછ્યું, શું તમે ખુશ છો? તેના પર કોહલીએ માથું હલાવીને હા પાડી અને તે હસતો જોવા મળ્યો. આ વીડિયોમાં વિરાટ કોહલીની પુત્રી વામિકા અને પુત્ર અકાય પણ જોવા મળી રહ્યાં છે, પરંતુ બંનેના ચહેરા છુપાવવામાં આવ્યા છે, કારણ કે આ કપલ તેમનાં બાળકોને મીડિયા સામે લાવવા માગતાં નથી. જુઓ સંપૂર્ણ વીડિયો 2023માં પણ કરી હતી મુલાકાત
વિરાટ-અનુષ્કાએ તેમની પુત્રી વામિકા સાથે વર્ષ 2023માં વૃંદાવનની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ સ્વામી પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં ગયાં અને રાધા રાણીનાં દર્શન કર્યાં. મહારાજે તેમને આશીર્વાદ આપતાં રાધા રાણીનો માળા અને ખેસ ભેટમાં આપ્યા હતા.