રાજકોટમાં લાખો રૂપિયા ફી ઉધરાવતી ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળાનું મનપાએ ભગવતીપરા ખાતે નિર્માણ કર્યું છે. રૂ. 19.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલી હાઈસ્કૂલનું આજે રાજકોટનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળામાં છાત્રોને અભ્યાસ સહિત સ્પોર્ટ્સની આધુનિક સુવિધાઓ મળશે. અલ્પવિકસિત ગણાતા આ વિસ્તારમાં નિર્માણ પામેલી હાઈસ્કૂલનાં કારણે ગરીબ પરિવારના છાત્રોને ઉચ્ચ શિક્ષણ નિઃશુલ્ક મળી રહેશે. આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી હોવાથી રૂપાલાએ દરખાસ્ત કરતા શાળાને સ્વામી વિવેકાનંદનું નામ આપવા નિર્ણય લેવાયો છે. 19.38 કરોડનાં ખર્ચે સરકારી હાઈસ્કૂલનું નિર્માણ
હાલ આધુનિક સમયમાં શિક્ષણ ખૂબ મોંઘુ છે. વાલીઓ પોતાની આવકમાંથી મોટા ભાગનો ખર્ચ બાળકોને સારો અભ્યાસ મળી રહે તે માટે કરતા હોય છે. જોકે કેટલાક ગરીબ વર્ગનાં લોકો પોતાના બાળકોને સારી શાળાઓમાં અભ્યાસ કરાવવા સક્ષમ નહીં હોવાને કારણે ભણવાનું છોડાવી દેતા હોવાનું પણ જોવા મળે છે. ત્યારે શહેરનાં ભગવતીપરા વિસ્તારના છાત્રોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે 29 હજાર ચો.મી.માં રૂ. 19.38 કરોડનાં ખર્ચે સૌથી મોટી સરકારી હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 2000થી વધુ છાત્રોને અભ્યાસ સહિત સ્પોર્ટ્સની આધુનિક સુવિધા મળતા ગરીબોના બાળકો અભ્યાસની સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકશે. 50 રૂમો પૈકી 29 અદ્યતન કલાસરૂમો હશે
રાજકોટ મનપા દ્વારા અત્યાધુનિક પ્રાથમિક સ્કૂલો બાદ ભગવતીપરા ખાતે સૌથી મોટી હાયરસેકન્ડરી સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલમાં કુલ 50 રૂમો પૈકી 29 અદ્યતન કલાસરૂમો હશે. ગરીબ વર્ગના બાળકો અભ્યાસની સાથે રમત-ગમત ક્ષેત્રે આગળ આવી શકે તે માટે ખાસ આ સ્કૂલમાં બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટિક ટ્રેક સહિત વિવિધ સ્પોર્ટ્સની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 3160 ચો.મી એરિયામાં 2520 ચો.મી. બાંધકામ
હાઈસ્કૂલમાં 3160 ચો.મી. બિલ્ડીંગ એરિયામાં 2520 ચોમી બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 50 રૂમ પૈકી 29 કલાસ રૂમ, 4 ટોયલેટ અને 4 વોટરરૂમ હશે અને 2 સ્ટાફ રૂમ, 2એક્ટિવિટી રૂમ, 2 ચિલ્ડ્રન ટોય(રમકડા) રૂમ, 1 અદ્યતન લાઈબ્રેરી, 1 ઈ-લાઈબ્રેરી 1 વિજ્ઞાન પ્રયોગની લેબોરેટરી, આધુનિક કોમ્પ્યુટર સાથે 1 કોમ્પ્યુટર લેબ, 1 કાઉન્સિલ રૂમ, 1 એડમીનીસ્ટેશન રૂમ અને 1 પ્રિન્સીપાલ ઓફિસ, સહિત 1 એકાઉન્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. હાયરસેકન્ડરી સ્કૂલની મુખ્ય સુવિધાઓ કેન્ટીન રૂમની સુવિધાઓ સ્પોર્ટ્સ બિલ્ડીંગની સુવિધાઓ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની સુવિધાઓ કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટિક ટ્રેક તૈયાર કરાયો
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-4માં આવેલ ભગવતીપરા વિસ્તારમાં એક અતિ આધુનિક હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 29 હજાર ચોમીમાં 50 જેટલા રૂમો અલગ-અલગ આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 34 જેટલા કલાસરૂમ તેમજ સહઅભ્યાસની પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે તે માટે લાયબ્રેરી તેમજ સ્પોર્ટ્સની વિવિધ સુવિધા જેમ કે, બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટિક ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. શાળાનું નામ સ્વામી વિવેકાનંદ કરવાનો નિર્ણય
આ સરકારી શાળામાં લગભગ 2 હજાર વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને ભગવતીપરા નજીક રહેતા છાત્રોને નજીવી ફીમાં ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટેની સગવડ ઉભી કરવામાં આવી રહી છે. આ સ્કૂલમાં માત્ર કલાસરૂમ નહીં પણ કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી તેમજ સ્પોર્ટ્સની તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગરીબ પરિવારનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે કુલ 2 એકર જેટલી વિશાળ જગ્યામાં આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સાંસદ રૂપાલાની સહમતીથી શાળાનું નામ સ્વામી વિવેકાનંદ કરવાનો નિર્ણય લેવાયો છે.