ગાંધીનગરમાં સરગાસણના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કરાયા હતા. જેમાં અઢી લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત અને યશ દંગી પકડ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં એક આરોપી ભાવેશે મોઢું ખોલ્યું હતું કે, દુબઈની ટ્રિપ કરતો હતો, મોટાભાગની રકમ મોજશોખ અને દુબઈની મહિલાઓ પાછળ વાપરી નાખતો હતો. એટલું જ નહીં, આરોપીઓ 30 કરોડની ઠગાઈમાં સામેલ છે, જેમાં 2 ટકા કમિશન લઈ ભાવનગરના ગઢવીને રકમ મોકલી દીધી છે. ભાવેશે કબૂલ્યું છે કે, આ ગોરખધંધામાંથી મળેલા પૈસાથી તે દુબઈની ટ્રિપ કરતો હતો અને મોટાભાગની રકમ મોજશોખ અને દુબઈની મહિલાઓ પાછળ વાપરી નાખતો હતો. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને ભાવનગર સુધી તપાસનો વિસ્તાર કર્યો છે. કેવી રીતે આખો કેસ આવ્યો?
આરોપીઓએ સરગાસણના દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તેમને વોટ્સએપ અને વીડિયો કોલ દ્વારા ડરાવી-ધમકાવીને 56 એફઆઈઆર બતાવી હતી અને પોલીસ, રાજકારણી અને બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ 40-45 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન 30 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. માસ્ટરમાઈન્ડ ભાવેશની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઠગાઈના પૈસા મેળવ્યા બાદ તેઓ બે ટકા કમિશન રાખી બાકીની રકમ ભાવનગરના ગઢવી નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલી આપતા હતા.
આ પણ વાંચો, IBMની સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ અરેસ્ટ કરી બંને આરોપી હાલ રિમાન્ડ પર
દંપતીને મની લોન્ડરિંગ નામે ડિજિટલ એરેસ્ટ કરી અઢી લાખની ઠગાઈ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગ ગેંગના બે શખસને ઝડપી લઈ સોમવારે સુધીના રિમાન્ડ મેળવ્યા આ આવ્યા છે. ત્યારે સમગ્ર સ્કેમનું નેટવર્ક કરોળિયાની જાળ માફક ફેલાયેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં તો પકડાયેલા બંને આરોપીઓએ ગઢવી નામમાં ઈસમને પૈસા આંગડીયાથી મોકલી દીધા હતા. જેથી પોલીસની તપાસ ભાવનગર સુધી લંબાઈ છે. આ પણ વાંચો, દંપતીને 24 કલાક ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ટોર્ચર કર્યું આરોપીઓ આંગડીયાથી આગળ રૂપિયા મોકલી દેતા
આ ગુનામાં ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકમાં ભાવેશ નિમાવત (રહે, શેરી નં-13 મહાલક્ષ્મી મંદિરની પાસે, જોરાવરનગર, સુરેન્દ્રનગર) તેમજ યશ દંગી (રહે. શેરી નં – 8, એમ.જી.રોડ, સ્કૂલ નં-7ની પાસે, જોરાવરનગર,સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી લેવાઈ છે. બંને આરોપીઓએ ફ્રોડની રકમનું બે ટકા કમિશન લઈને બેંક એકાઉન્ટની સગવડ ઉભી કરી, આંગડીયા મારફતે પૈસા આગળ મોકલી આપતા હોવાની કબૂલાત કરી છે. 30 કરોડનાં આર્થિક વ્યવહારો મળ્યાં
સાયબર ક્રાઈમના નેટવર્કમાં બંને આરોપીઓનું કામ અલગ- અલગ બેંક એકાઉન્ટમાં આવેલી રકમમાંથી પોતાનું 2 ટકા કમિશન કાપી આંગડીયા મારફતે આગળ મોકલી આપવાનું હતું. જેનાં માટે અંદાજીત 40-45 જેટલા સેવિંગ તથા કરન્ટ બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતા. જે એકાઉન્ટનું સ્ક્રુટિની કરવામાં આવતાં 30 કરોડનાં આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. ગાંધીનગરના દંપતીના પૈસા બંનેએ ઉપાડ્યા હતા
રિમાન્ડ દરમિયાન બહાર આવ્યું છે કે, ભાવેશ માસ્ટર માઈન્ડ છે. દંપતીએ ઈન્ફોસિટી બ્રાન્ચમાંથી સવારે 11 વાગે પૈસા RTGS કર્યા હતા અને 12 વાગે આ પૈસા છત્તીસગઢની બેંકના એકાઉન્ટમાં જમા થયા હતા. એ જ પૈસા 12.30 કલાકે રાજકોટના બેંક એકાઉન્ટમાં આવ્યા હતા. એ વખતે અગાઉથી ત્યાં હાજર ભાવેશ અને યશે ચેકથી પૈસા વિડ્રો કરી એમાંથી બે ટકા કમિશન કાપી લઈ બાકીના પૈસા ભાવનગર ગઢવી અટકવાળા ઈસમને આંગડીયા મારફતે મોકલી દીધા હતા. જેનાં પગલે પોલીસ તપાસ ભાવનગર સુધી પહોંચી છે. બીજી તરફ ઠગાઈની રકમનું કમિશન આવતા ભાવેશે દુબઈની ટ્રિપ મારવાનું પણ ચાલુ કરી દીધું હતું અને મોટાભાગના પૈસા મોજશોખ અને દુબઈની લલનાઓ પાછળ ઉડાડે રાખ્યા હતા. બંને આરોપી ફ્રોડની રકમનું બે ટકા કમિશન લેતા
આરોપીઓ પકડાયા બાદ પીઆઇ ડામોરે જણાવ્યું હતું કે ભાવેશ-યશ ઓનલાઇન ગેમિંગ સટ્ટાની લત ધરાવે છે. તેઓ દોઢેક મહિનાથી વર્ચ્યુઅલી સાયબર ઠગોના સંપર્કમાં આવ્યા હતા. બન્નેને સેવિંગ – કરન્ટ બેંક એકાઉન્ટોમાં ગેમિંગ તથા જીએસટીના પૈસા આવશે એમ જણાવી અલગ- અલગ બેંક એકાઉન્ટમાં આવેલી રકમનું પોતાનું 2 ટકા કમિશન કાપી આંગડીયા મારફત આગળ મોકલી આપવાનું કામ સોંપાયું હતું, જેથી દોઢેક મહિનાથી તેમણે પરિચિત બેંક હોલ્ડરોને પૈસાની લાલચ આપી અંદાજિત 40-45 જેટલા સેવિંગ તથા કરન્ટ બેંક એકાઉન્ટો ખોલાવેલાં હતાં. સાયબર ક્રાઈમથી બચવા શું કરવું? IT કંપનીની એન્જિનિયરે પણ સાયબર ક્રાઈમનો શિકાર બની
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં IBM કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતી યુવતીને સાયબરમાફિયાઓએ ધાકધમકી આપીને 5.94 લાખ પડાવ્યા છે. સાયબરમાફિયાઓએ 26 વર્ષીય યુવતીને UDI ડિપાર્ટમેન્ટના નામે સ્કાઇપ એપમાં વીડિયો કોલ કર્યો હતો. બાદમાં બાનમાં લઈ મનીલોન્ડરિંગના કેસ ફસાવી દેવાની ધાકધમકીઓ આપી 5.94 લાખની ઠગાઈ કરતાં યુવતીએ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.