સમીર રાજપૂત
વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના ધોરણ મુજબ પીવાના પાણીમાં 100થી 300 સુધીનો ટીડીએસ યોગ્ય છે. પરંતુ ‘દિવ્ય ભાસ્કર’એ શહેરના 20 વિસ્તારમાં આવતા પાણીના કરેલાં સરવે પરથી જાણવા મળ્યું કે, 15 વિસ્તારના પાણીમાં 20થી 67 સુધી જ ટીડીએસ હતું. આરઓ ફિલ્ટરને લીધે ખરાબ તત્ત્વની સાથે શરીરને જરૂરી આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા મિનરલ્સ વહી જાય છે. 20થી 70 ટીડીએસ સુધીનું પાણી પીવાથી 45-50 વર્ષમાં હાડકાં પોલા થવાનું, સ્નાયુ કે બી-12ની ઉણપ અને પાચન સમસ્યા સર્જાતી હોય છે. જે વિસ્તારમાં બોર અને કોર્પોરેશનનું પાણી ભેગું આવે છે ત્યાં ટીડીએસ લેવલ ઓછું છે. ટીડીએસ લેવલ ઘટવાથી પાણીનું પીએચ (પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન) ઘટે છે. જરૂર ન હોય તો આરઓ લગાડવાથી ટીડીએસ ઘટીને 20થી 60 થઈ જાય છે. બોર-નર્મદાનું પાણી હોય તો તેમાં 1700થી 1800 ટીડીએસ આવે છે, અહીં આરઓની જરૂર પડે છે. એન્ડોક્રાયનોલોજિસ્ટ ડો. તિવેન મારવાહના જણાવ્યા અનુસાર, આરઓ ફિલ્ટરમાં શરીર માટે જરૂરી મિનરલ્સ અને વિટામીન ધોવાઈ જતાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. વિવિધ ઈન્ફેક્શન, વિટામીન બી-12ની ઊણપ અને પેટની સમસ્યા સર્જાઈ શકે છે. RO ફિલ્ટર શરીર માટે જરૂરી મિનરલ્સ પણ ધોઈ નાખે છે મિનરલ્સ નીકળી જતાં પાણી એસિડિક બને છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમ, આર્યન નીકળી જવાથી પાણીનું પીએચ લેવલ એસિડિક બની જતાં માણસને માથા-પગ-હાડકાંનો દુ:ખાવો, ગેસ-અપચો-એસીડીટી, સ્નાયુનો દુ:ખાવો-ખેંચાણ અને મહિલામાં હાડકાં પોલાં થઇ શકે છે. પીએચનો અર્થ પાણીમાં રહેલા હાઇડ્રોજનના અણુ. ચોખ્ખા પાણીમાં પીએચ લેવલ 7.0 જેટલું, જ્યારે પીવાના પાણીમાં 6.5-8 જેટલું હોવું જોઇએ. જે પાણીમાં આ લેવલ 7થી ઓછું હોય તેને હાર્ડ કે એસિડિક વોટર કહે છે. આવાં પાણીમાં લોખંડ, તાંબુ, કોપર અને ઝિંકનું પ્રમાણ જોવા મળે છે. જરૂર કરતાં ઓછું કે વધુ પીએચવાળું પાણી પીવાથી શરીરના અંગોને નુકસાન થઇ શકે છે. બી-12નું લેવલ ઘટી જાય તો યાદશક્તિ પર અસર પડતી હોય છે
આરઓ વોટરમાં રહેલાં ફિલ્ટર્સને કારણે પાણીમાંથી જરૂરી મિનરલ્સ નીકળી જતાં હોવાથી, લાંબા સમય સુધી આરઓનું પાણી પીનારામાં બી-12નું પ્રમાણ ઘટી જવાના કારણે લાંબે ગાળે ભૂલી જવું, બેચેની, યાદશક્તિ ઘટવી કે ડિપ્રેશન જેવી સમસ્યા આવે છે. > ડો.પ્રવીણ ગર્ગ, એમ.ડી. ફિઝિશિયન 10 TDS આમાં મિનરલ્સ ધોવાઈ જાય છે, પાણી સ્વાદમાં મીઠું લાગશે પણ સાંધાનો દુ:ખાવો થઈ શકે. 15 TDSકોઈ પોષકતત્ત્વ રહેતાં નથી, થોડું ચાલીએ તો પણ પગમાં દુ:ખાવો થાય છે. 33 TDSસોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમની ઊણપથી એસિડિટી, અપચો થઈ શકે છે. 70 TDSપાણી પીવા યોગ્ય, શરીરને થોડા ઘણા મિનરલ મળે છે. 141 TDSપીવા માટે આ પાણી શ્રેષ્ઠ. હૃદયરોગ ધરાવતા લોકો માટે યોગ્ય.