મનીષા કોઈરાલાએ તેના તાજેતરના ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાન સાથેની તેની મિત્રતા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે શાહરુખે તેને મુંબઈમાં પોતાનું ઘર ખરીદવાની સલાહ આપી હતી, તેથી તે અહીં ઘર જેવો અહેસાસ કરી શકે. પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન મનીષા કોઈરાલાએ કહ્યું, શાહરુખ શરૂઆતથી જ મારો સારો મિત્ર રહ્યો છે. મને યાદ છે કે તમામ સામાન સાથે હું તેના માઉન્ટ મેરી પર રોકાવા ગઈ હતી. તેના ફ્લેટના ફ્લોર પર એક ચટાઈ પાથરી હતી અને અમે બધા ત્યાં બેસીને વાતો કરતા હતા. મનીષાએ એ પણ જણાવ્યું કે શાહરુખે તેને પહેલા મુંબઈમાં પોતાનું ઘર ખરીદવાની સલાહ આપી હતી. તેણે કહ્યું, હું એક-બે વર્ષ પહેલા મુંબઈ આવી હતી, તે સમયે શાહરૂખે મને મુંબઈમાં ઘર ખરીદવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે મનીષા, આપણે બંને બહારથી મુંબઈ આવ્યા છીએ અને આજે મુંબઈનો એક ભાગ બની ગયા છીએ, તેથી અહીં આપણું પોતાનું ઘર પણ હોવું જોઈએ. તે તમને અહીં ઘરનો અહેસાસ કરાવશે. એકટ્રેસના કહેવા પ્રમાણે, શાહરુખ તેને આ સલાહ આપનાર પ્રથમ વ્યક્તિ હતો. મનીષા કોઈરાલાએ છેલ્લે 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ સે’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય મનીષા કોઈરાલા વર્ષ 2024માં સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં જોવા મળી હતી. હવે તે તેની બીજી સિઝનમાં પણ જોવા મળશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.