સુરતના ડુમસ દરિયાકિનારે વન વિભાગ દ્વારા રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાતના સૌપ્રથમ કોસ્ટલ નગરવનનું વિભિન્ન પર્યાવરણપ્રેમી પ્રોજેક્ટ્સ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.4.50 હેક્ટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી આ નગરવન વિકસાવવામાં આવ્યું છે, જ્યાં પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓ માટે નાનાંથી મોટા આકર્ષણો ઉપલબ્ધ છે. નગરવનમાં 5.5 લાખ કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરાશે
નગરવનમાં 5.5 લાખથી વધુ જુદીજુદી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ નવી જંગલપધ્ધતિમાં ઘનિષ્ઠ રીતે વૃક્ષો વાવીને ઓક્સિજન પેદા કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો આશય છે.નગરવનના એક્ઝોટિક બર્ડ પાર્કમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની 12 અલગ અલગ પ્રજાતિના 100થી વધુ પક્ષીઓ માટે નિવાસસ્થાન બનાવવામાં આવ્યું છે. સાથે સાથે, અહીંનાં એક્વેરિયમ પાર્કમાં 100થી વધુ પ્રજાતિના 2000 માછલીઓ જોવા મળે છે, જે નગરવનના વિશિષ્ટ આકર્ષણ છે. ટ્રાવેલ અને રીક્રિએશન માટે આધુનિક સુવિધાઓ
નગરવનના પ્રવાસીઓને મજાની અનુભૂતિ આપતા વિવિધ રીક્રિએશનલ પ્લેસ પણ વિકસાવવામાં આવ્યા છે, જેમાં લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર અને વનશ્રી રેસ્ટોરન્ટ મુખ્ય છે. પર્યટકો અહીંથી આદિવાસી સમુદાય દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલા ચીજવસ્તુઓ ખરીદી શકે છે, જે પર્યટન સાથે વેપારને પણ પ્રોત્સાહન આપે છે.
સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક પ્રદાન કરશે.દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકે છે. 4 એકર વિસ્તારમાં ફેલાયેલા આ નગરવનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડવાળા શહેરમાં રહે છે. માત્ર એટલું જ નહીં, આ નગર વનમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે. દરિયા કિનારે ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર વન ₹1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. એક્ઝોટિક પક્ષીઓ પણ અહીં જોવા મળશે. સમગ્ર વિસ્તાર 20,000 વૃક્ષોથી સમૃદ્ધ છે, જેમાં લોકોએ જંગલમાં ફરવાનો અનુભવ મેળવવાનો અનોખો મોકો મળશે. અહીં એક “એક્ઝોટિક બર્ડ પાર્ક” અને એક્વેરિયમ પણ ઉભું કરાયું છે, જે કુદરત પ્રેમીઓને ખાસ આકર્ષશે. વાંસના ઉત્પાદનો અને મધની વિવિધતાનું વેચાણ થશે. આદિવાસી સંસ્કૃતિ સાથે સંપર્ક નગરવનમાં એક રૂરલ મોલ પણ ઉભું કરાયું છે, જેમાં આદિવાસી સમુદાય દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલા વસ્તુઓ, વાંસના ઉત્પાદનો અને મધની વિવિધતાનું વેચાણ થશે. આદિવાસી ભોજનનો સ્વાદ માણી શકાશે
આદિવાસી ભોજનના રસિયાઓ માટે “વન શ્રી રેસ્ટોરન્ટ” પણ શરૂ કરાયું છે, જ્યાં બધા આદિવાસી ભોજન ઉપલબ્ધ રહેશે. રસપ્રદ વાત એ છે કે આ રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાઓ આદિવાસી સમુદાયમાંથી હશે, જે તેમને આર્થિક મજબૂતાઈ આપશે. ઇકો ફ્રેન્ડલી વિસ્તાર આ નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં કોઈપણ જાતનું પ્લાસ્ટિક વાપરી શકે નહીં. લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. આધુનિક આકર્ષણો આ નગરવનમાં પરિવાર માટે પિકનિક સ્થળ ઉપરાંત યુવાનો માટે હેંગઆઉટ પ્લેસ તરીકે પણ આકર્ષક બની રહ્યું છે. આકર્ષણોમાં ચોપાટી જેવી મજા સાથે નેચરલ હટ્સ અને વોકવે પણ સામેલ છે, જે લોકોની ભ્રમણાશક્તિને પ્રોત્સાહન આપશે. મિયાવાકી ફોરેસ્ટ મિયાવાકી પદ્ધતિ જાપાનના વિજ્ઞાનીઓએ વિકસાવી હતી, જે એક નાની જગ્યા પર પણ ઘન, જંગલ જેવી પદ્ધતિથી વૃક્ષો ઉગાડવા પર આધારિત છે. આ પદ્ધતિમાં વિવિધ જાતના સ્થાનિક છોડ અને વૃક્ષોનું સંગમ એક સાથે કરાય છે, જે નાનકડી જગ્યામાં પણ ઘન જંગલ જેવી માહોલ તૈયાર કરે છે. આ પદ્ધતિ આ નગર વનમાં જોવા મળશે. પર્યટન માટે ઉત્તમ ડેસ્ટિનેશન
ડુમસના આ નગરવનથી સમુદ્રતટ પ્રવાસનમાં વિશેષ ઉમેરો થયો છે. અહીંનું મરીન એક્વેરિયમ અને બર્ડ પાર્ક તેને અનોખું બનાવે છે. નગરવનને પ્લાસ્ટિક ફ્રી રાખવા માટે મંત્રી મુકેશ પટેલે ખાસ અનુરોધ કર્યો હતો.ડુમસ નગરવન માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ પર્યટન ઉદ્યોગને પણ નવું જીવન આપશે. ગુજરાતના પ્રથમ કોસ્ટલ નગરવનને પ્રકૃતિપ્રેમીઓ માટેના આદર્શ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે.