back to top
Homeગુજરાતદિવ્યાંગ માટે ભરતી મેળો:આગામી 17મીના રોજ દિવ્યાંગ વ્યકિત માટે રોજગાર અને એપ્રેન્ટીસ...

દિવ્યાંગ માટે ભરતી મેળો:આગામી 17મીના રોજ દિવ્યાંગ વ્યકિત માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવશે

ભારત સરકારના NDFDC તથા એનસીએસ ડીએ ફોર વુમન વડોદરા તથા અમદાવાદ અને અમેરીકન ઈન્ડીયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી તરસાલી, વડોદરાના સંયુકત ઉપક્રમે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડિસેબિલિટી) ધરાવતા વ્યક્તિ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. દિવ્યાંગ વ્યકિત માટે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
આ ભરતી મેળામાં માત્ર મૂકબધીર, શ્રવણ હીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકોમોટોર ડિસેબિલિટી ધરાવતા શારીરીક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે એવા અને બંને હાથથી કામ કરી શકે એવા 18થી 40 વર્ષના ધો.8 પાસ, 10 પાસ અને 12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજયુએટ (ટેક્નિકલ અને નોન ટેક્નિકલ), માસ્ટર (ટેક્નિકલ અને નોન ટેક્નિકલ) લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી, પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે તારીખ 17/01/25ના રોજ સવારે 10 વાગ્યેથી અકોટા સ્ટેડિયમ, વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યકિત માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવશે. જેમા વડોદરા અને આજુબાજુના 20 જેટલા જીલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાકટ અને એપ્રેન્ટીસની જરુરીયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ, કવાલીટી જેવા ટેકનીકલ રોલ માટે તેમજ એડમીન, પેકર, હેલ્પર, શોર્ટર, ટેલીકોલર, સેલ્સ, માર્કેટીંગ,ઓપરેટર જેવી 450 જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઈન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામા આવશે. ઉમેદવારોએ રીઝયુમની નકલ તેમજ પ્રમાણપત્ર સાથે હાજર રહેવું પડશે
ભરતી મેળા સાથે દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર ,ઉધ્યોગ સાહસિકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ, દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવામા આવશે તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવામા આવશે. રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન માટે રસ ધરાવતા ઉપર જણાવેલ પ્રકારની દિવ્યાંગતા -ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ તેમના 5 રીઝયુમની નકલ તેમજ દિવ્યાંગતા (ડીસેબીલીટી) પ્રમાણપત્ર અને આધારકાર્ડ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments