back to top
Homeમનોરંજનડિરેક્ટર કટ બોલતા રહ્યા ને વરુણ કિસ કરતો રહ્યો:નરગિસ ફખરી સાથેના ઇન્ટિમેટ...

ડિરેક્ટર કટ બોલતા રહ્યા ને વરુણ કિસ કરતો રહ્યો:નરગિસ ફખરી સાથેના ઇન્ટિમેટ સીનમાં વરુણ ધવને લિમિટ ક્રોસ કરી, વીડિયોથી લોકો ભડક્યા

હાલમાં વરુણ ધવનનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ડાયરેક્ટરે કટ કહ્યું હોવા છતાં તે એક્ટ્રેસને કિસ કરતો રહે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ વરુણને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વરુણ ધવન અને નરગીસ ફખરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જે 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેં તેરા હીરો’નો છે. વીડિયોમાં વરુણ ધવન ગીતના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર નરગીસ સાથે ઈન્ટીમેટ સીન આપતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરુણ ધવન નરગિસ સાથે રોમાન્સ કરી રહ્યો છે, પરંતુ તરત જ ડિરેક્ટર કટ કહે છે. ડિરેક્ટર ત્રણવાર ‘કટ’ બોલે છે તેમ છતાં વરુણ નરગીસ સાથે કિસ કરવાનું બંધ નથી કરતો. જ્યારે બૂમો પડી તો વરુણ સહિત તમામ ક્રૂ મેમ્બર હસવા લાગ્યા. આ વીડિયો સામે આવ્યા બાદ વરુણ ધવનની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. કોઈએ લખ્યું છે કે આ હેરેસમેન્ટ છે, તો કેટલાક લોકો તેના બચાવમાં આગળ પણ આવ્યા છે. કિયારા અડવાણીને જબરદસ્તી કિસ કરી હતી
કિયારા અડવાણી સાથેનો એક વીડિયો વાઈરલ થયા બાદ વરુણ ધવન ટ્રોલરના નિશાના પર આવી ગયો છે. ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનલ ઈવેન્ટમાંથી વરુણ ધવનનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેણે અચાનક કિયારા અડવાણીને કિસ કરી હતી, જેનાથી એક્ટ્રેસ પણ ચોંકી ગઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો. તાજેતરમાં જ ફિલ્મ ‘બેબી જ્હોન’ના પ્રમોશન માટે શુભંકરના પોડકાસ્ટ પર આવેલા વરુણ ધવનને આ વિવાદ પર સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં, એક્ટરે કહ્યું કે આ એક પ્રમોશનલ પ્લાનિંગ હતું. તેની ટીમે તેને આમ કરવા કહ્યું હતું. બધું પૂર્વ પ્લાનિંગ સાથે થયું હતું, પરંતુ કિયારાએ એટલી સારી રીતે એક્ટિંગ કરી કે નેચરલ લાગ્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આવનારા દિવસોમાં વરુણ ધવન ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’, ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ અને ‘બોર્ડર 2’માં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments