સાઉથ આફ્રિકામાં બંધ સોનાની ખાણમાં 400થી વધુ મજુરો ફસાયા છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, આમાંથી 100થી વધુ મજુરોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે એક સ્પેશિયલ માઈનિંગ રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ભૂખ અને તરસના કારણે મજુરોએ જીવ ગુમાવ્યા છે. આ મજુરો છેલ્લા કેટલાક મહિનાઓથી ખાણમાં ફસાયેલા હતા. સોમવારે રાજધાની જોહાનિસબર્ગથી 90 કિમી દૂર સ્ટિલફોન્ટેન પાસે આવેલી આ ખાણમાંથી બચાવ ટીમે ઘણા લોકોને બહાર કાઢ્યા હતા. 9 મૃતદેહો પણ મળી આવ્યા છે. ખાણ મજુરો સાથે સંકળાયેલી એક સામાજિક સંસ્થા માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન (MACUA) અનુસાર, પોલીસે ગયા વર્ષે ગેરકાયદેસર ખાણકામ સામે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી આ મજુરો ખાણમાં ફસાયા હતા. પોલીસે ખાણના દોરડા હટાવ્યા હતા પોલીસે ગયા વર્ષે નવેમ્બરમાં આ ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે મજુરોને બહાર આવવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, ધરપકડના ડરથી મજુરોએ ખાણમાંથી બહાર આવવાની ના પાડી દીધી હતી. MACUA અનુસાર, મજુરોએ ના પાડ્યા પછી, પોલીસે ખાણમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અને પુલીને હટાવી દીધા. આ પછી મજુરો ખાણમાં ફસાઈ ગયા હતા. સાઉથ આફ્રિકાના અખબાર સન્ડે ટાઈમ્સના જણાવ્યા અનુસાર બચાવ ટીમે એક પાંજરું તૈયાર કર્યું છે જેને ખાણમાં 3 કિમી નીચે ઉતારવામાં આવી રહ્યું છે. આ પાંજરાની મદદથી પહેલા બાકીના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગોલ્ડ માઈનિંગ 4 તબક્કામાં થાય છે … પ્રથમ તબક્કો – સોનાની ખાણ શોધવી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, અમુક જગ્યાએ સોનાના ભંડાર મળ્યા પછી પણ તેના માઈનિંગમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે સમય, નાણાકીય સંસાધનો અને ઘણા નિષ્ણાતોની જરૂર છે. સોનાના ભંડારના પ્રારંભિક પુરાવા મળ્યા પછી વધુ માઈનિંગ કરવાની સંભાવના 1% કરતા ઓછી હશે. આ કારણે વિશ્વની સોનાની ખાણોમાંથી માત્ર 10% માઈનિંગ માટે પૂરતું સોનું છે. એકવાર એવું નક્કી કરવામાં આવે કે સોનું કાઢવા માટે માઈનિંગ કરી શકાય છે, તેના માટે વિગતવાર મોડેલ તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 1 થી 10 વર્ષનો સમય લાગી શકે છે. બીજો તબક્કો- સોનાની ખાણને ડેવલપ કરવી એકવાર તે નક્કી થઈ જાય કે ખાણમાં ગોલ્ડ માઈનિંગ કરી શકાય છે, ખાણને વધુ ખોદકામ માટે વિડેવલપ કરવામાં આવે છે. માઈનિંગ કંપનીઓ ખોદકામની પ્રક્રિયા શરૂ કરતા પહેલા પરમિટ અને લાઇસન્સ માટે અરજી કરે છે. સામાન્ય રીતે આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા વર્ષો લાગી શકે છે. પેપરવર્ક પૂર્ણ થયા પછી, માઈનિંગ કંપનીઓ કામદારો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 1 થી 5 વર્ષનો સમય લાગી શકે છે. ત્રીજો તબક્કો- ગોલ્ડ માઈનિંગ સોનાની ખાણકામમાં ત્રીજો તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ગોલ્ડ અયસ્ક સાથે મળે છે. આ તબક્કામાં સોનાને અયસ્કથી અલગ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ઘણા પરિબળો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, માઈનિંગ કોસ્ટ અને સોનાની શુદ્ધતા પર અસર કરે છે. ટેકનોલોજીના વિકાસને કારણે માઈનિંગની પ્રક્રિયા સરળ બની છે. ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને હવે ખાણો ડેવલપ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં 10 થી 30 વર્ષનો સમય લાગી શકે છે. ચોથો તબક્કો- ખાણ બંધ કરવી ખાણકામની પ્રક્રિયા પૂરી થયા બાદ કંપનીઓને ખાણ બંધ કરવામાં 1 થી 5 વર્ષનો સમય લાગી શકે છે. આ એક ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે. આ દરમિયાન, કંપનીઓ ખાણ બંધ કરે છે, વિસ્તારની સફાઈ કરે છે અને વૃક્ષો વાવે છે. ખાણ બંધ થયા બાદ પણ ખાણકામ કરતી કંપનીએ ખાણ પર લાંબા સમય સુધી નજર રાખવી પડે છે.