back to top
Homeભારતહવામાન વિભાગનો 150મો સ્થાપના દિવસ:PM ભારત મંડપમ પહોંચ્યા, મિશન મોસમનું ઉદ્ઘાટન કર્યુ;...

હવામાન વિભાગનો 150મો સ્થાપના દિવસ:PM ભારત મંડપમ પહોંચ્યા, મિશન મોસમનું ઉદ્ઘાટન કર્યુ; પાક-નેપાળ હવામાન વિભાગના અધિકારીઓ પણ સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત મંડપમ પહોંચ્યા છે. PM ટૂંક સમયમાં જ ‘મિશન મૌસમ’ નો શુભારંભ કરશે અને IMD વિઝન-2047ના દસ્તાવેજનું વિમોચન કરશે. આ કાર્યક્રમને ‘અવિભાજિત ભારત’ નામ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ એવા દેશોને આમંત્રિત કર્યા છે જે 150 વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ ત્યારે ભારતનો ભાગ હતા. તેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને માલદીવ તેમજ મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના અધિકારીઓ સામેલ છે. બાંગ્લાદેશે IMDના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો નથી. ત્યાંના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-જરૂરી વિદેશ પ્રવાસો પર પ્રતિબંધને ટાંકીને આ નિર્ણય લીધો છે. તેમજ, પાકિસ્તાને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી. PMએ ‘IMD વિઝન-2047’ના ડોક્યુમેન્ટ જાહેર કર્યા આ કાર્યક્રમમાં PM મોદી ક્લાઈમેટ ચેન્જ માટે IMD વિઝન-2047 ડોક્યુમેન્ટ પણ જાહેર કરશે, જે આધુનિક વેધર મેનેજમેન્ટ સિસ્ટમને લાગુ કરવામાં મદદરૂપ થશે. આ ડોક્યુમેન્ટ​​​​​​​માં હવામાનની આગાહીની પ્રક્રિયા, કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને ઉદ્યોગો માટેના ઉકેલો અને જળવાયુ પરિવર્તનને ઘટાડવાના પ્લાનિંગની બ્લુ પ્રિન્ટ છે. શું છે ‘મિશન મૌસમ’?​​​​​​​ ‘મિશન મૌસમ’ એ દેશને હવામાન માટે તૈયાર કરવાની અને દેશને ક્લાઈમેટ-સ્માર્ટ બનાવવાનું પ્લાનિંગ છે. આમાં વેધર મોનિટરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં નેક્સ્ટ જનરેશન રડાર, સેટેલાઇટ અને હાઇ પરફોર્મિંગ સુપર કોમ્પ્યુટર સામેલ છે. આનાથી ભારતને ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવામાં અને કુદરતી આફતોનો સારી રીતે સામનો કરવામાં મદદ મળશે. પીએમ મોદી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… PMએ કર્યું સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન, PMએ કહ્યું- હું મારું વચન નિભાવું છું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીનગર-લેહ હાઇવે NH-1 પર બનેલી 6.4 કિમી લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. ટનલના નિર્માણથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments