back to top
Homeબિઝનેસઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી યથાવત્ રહેશે

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી યથાવત્ રહેશે

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેરબજારમાં સતત મંદીના માહોલ બાદ, આજે સપ્તાહના બીજા દિવસે બે તરફી અફડાતફડીના અંતે નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના અને હમાસને 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ બાદ અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેક્શનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ યુટીલીટીઝ, પાવર અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિના મજબૂત આંકડાએ યુ.એસ. બોન્ડ યીલ્ડમાં પણ ઝડપી ઉછાળા સાથે ફુગાવો વધવાના જોખમે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અનિશ્ચિતતા સર્જતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મુલ્યમાં સતત થઇ રહેલો ઘટાડો આજે પણ યથાવત રહ્યો હતો અને રૂપિયો નવી નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાતા ભાવ પાંચ મહિનાની ટોચે પહોંચ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.13% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.69% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4073 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1096 અને વધનારની સંખ્યા 2867 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ 4.77%, એનટીપીસી લી. 4.22%, ટાટા સ્ટીલ 3.29%, ઝોમેટો લિ. 2.93%, ટાટા મોટર્સ 2.64%, બજાજ ફાઈનાન્સ 2.62%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 2.25%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.08%, મારુતિ સુઝુકી 2.00%, સન ફાર્મા 1.69% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.63% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી 8.63%, હિન્દુસ્તાન યૂનિલિવર 3.48%, ટાઈટન કંપની 1.37%, ટીસીએસ લી. 1.35%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.25%, ઇન્ફોસિસ લી. 1.15%, નેસલે ઈન્ડિયા 0.89%, એશિયન પેઈન્ટ 0.58%, આઈટીસી લી. 0.54%, ટેક મહિન્દ્ર 0.46% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.12% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં એક તરફ આર્થિક સ્થિતિ મજબૂત બની રહ્યાના સંકેતે ત્યાં વ્યાજદરમાં ઘટાડો આક્રમક નહીં હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભારતમાં ફુગાવામાં ઘટાડા સાથોસાથ આર્થિક વિકાસ દરની ધીમી ગતિને જોતા રિઝર્વ બેન્ક ફેબ્રુઆરીની બેઠકમાં વ્યાજદર ઘટાડશે તેવી શક્યતા જોવાઈ રહી છે. નવેમ્બર માસનો રિટેલ ફુગાવો જે 5.48% હતો, તે ડિસેમ્બર માસમાં ઘટી 5.22% પર આવી ગયો છે. ઓક્ટોબર માસમાં 6.21%ની સરખામણીએ ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ક્રુડ તેલના ભાવ ફરી વધવા લાગતા રિઝર્વ બેન્ક માટે સ્થિતિ ફરી કપરી બનતી જાય છે. ભારતમાં ફુગાવો નીચે આવી રહ્યો છે અને વૈશ્વિક વાતાવરણ પણ વ્યાજદર ઘટાડવા માટે સાનુકૂળ બન્યું છે, ત્યારે વ્યાજદર ઘટવાની શક્યતા વધી ગઈ છે. વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજોમાં પણ ઘટાડો મુકાઈ રહ્યો છે. ગયા નાણાં વર્ષમાં 8.20% રહ્યા બાદ વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 6.40% રહેવાની સરકાર દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. કૃષિ ઉત્પાદન તંદૂરસ્ત રહેવાના પ્રાથમિક અંદાજોમાં જણાઈ રહ્યું છે. કૃષિ ઉત્પાદન સારું રહેવા સાથે ખાધ્ય પદાર્થોના ભાવ પણ નીચે આવી રહ્યા છે. જો કે અમેરિકામાં આર્થિક ડેટા મજબૂત આવતા ત્યાં વર્તમાન વર્ષમાં બે વખત વ્યાજદર ઘટવાની જે વાત હતી તે હવે શક્ય બનશે કે કેમ તે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments