back to top
Homeભારતદિલ્હી ઇલેક્શન: કોંગ્રેસની ચોથી યાદીમાં 16 નામ:6 મહિલાઓ, 2 SC; એક ઉમેદવાર...

દિલ્હી ઇલેક્શન: કોંગ્રેસની ચોથી યાદીમાં 16 નામ:6 મહિલાઓ, 2 SC; એક ઉમેદવાર બદલાયો, અત્યાર સુધીમાં 63 ઉમેદવારોની જાહેરાત

મંગળવારે રાત્રે કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 4 મહિલા અને 2 SC ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધી 63 નામોની જાહેરાત કરી છે. હવે 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ગોકલપુર બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવ્યો છે. અગાઉ અહીંથી પ્રમોદ કુમાર જયંતને ટિકિટ આપવામાં આવી હતી. તેમની જગ્યાએ પાર્ટીએ ઈશ્વર બાગરીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મુંડકા સીટથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ધરમ પાલ લાકરાને ટિકિટ આપવામાં આવી છે. મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી હતી. પ્રથમ યાદીમાં 21 નામોની જાહેરાત કરવામાં આવી
કોંગ્રેસે 12 ડિસેમ્બરે પ્રથમ યાદીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નવી દિલ્હી સીટ પરથી AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે કોંગ્રેસે સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે. બીજી યાદીમાં 26 ઉમેદવારોની જાહેરાત
24 ડિસેમ્બરે કોંગ્રેસે બીજી યાદી બહાર પાડી હતી. તેમાં 26 નામ છે. જંગપુરા સીટ પર ફરહાદ સૂરીને ટિકિટ આપવામાં આવી છે. AAPના મનીષ સિસોદિયા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હાજી મોહમ્મદ ઈશરાક ખાનને બાબરપુર બેઠક પરથી AAPના ગોપાલ રાય સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શકુર બસ્તીથી સત્યેન્દ્ર જૈન સામે સતીશ લુથરા, મહેરૌલીથી નરેશ યાદવ સામે પુષ્પા સિંહને ટિકિટ આપવામાં આવી છે. કૈલાશ ગેહલોત મહેરૌલી સીટથી ધારાસભ્ય હતા. કૈલાશ AAP છોડીને ભાજપમાં જોડાયા છે. ત્રીજી યાદીમાં અલકા લાંબાનું નામ
3 જાન્યુઆરી, 2025ના રોજ કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી. જેમાં કાલકાજી વિધાનસભાથી સીએમ આતિશી સામે અલકા લાંબાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. અલકા અને આતિશી બંનેએ 14 જાન્યુઆરીએ નોમિનેશન ફાઈલ કર્યું છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
ચૂંટણી પંચે 7 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવામાં તારીખોની જાહેરાતના દિવસથી લગભગ 35 દિવસનો સમય લાગશે એટલે કે 10મી ફેબ્રુઆરી સુધી. દોઢ કલાકની પ્રેસ કોન્ફરન્સમાં સીઈસી રાજીવ કુમારે માત્ર 10 મિનિટ દિલ્હી ચૂંટણી પર વાત કરી હતી. એક કલાકથી વધુ સમય સુધી તેમણે ઈવીએમ, મતદાર યાદીમાં ગેરરીતિ અને ચોક્કસ વર્ગના મતદારોના નામ કાઢી નાખવા જેવા વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments