પત્નીએ ફીરકી પકડી, અમિત શાહે પતંગ ચગાવ્યો અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવ્યો હતો. આ સમયે પત્નીએ ફીરકી પકડી રાખી હતી. અમિત શાહે બે પતંગો કાપી લપેટ…લપેટ…ની બૂમો પાડી હતી. જો કે બાદમાં અમિત શાહનો પતંગ પણ કપાયો હતો.. પોતાનો પતંગ કપાતા શાહ હસી પડ્યા.