સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નરોડા પોલીસ સ્ટેશન હદમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 14.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો મળતા પીઆઇની બેદરકારી સામે આવતા નરોડો પીઆઇ એમ.વી પટેલને DGP દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. SMCએ 14.65 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સ્ટેટ મોનિટરિંગ દ્વારા નરોડો જીઆઇડીસીમાં 13 જાન્યુઆરીના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જીઆઇડીસીના શેડમાંથી 2,326 દારૂની બોટલ મળી આવી હતી. કુલ 14.65 લાખના દારૂ સહિત 19.28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજુસિંહ રાવત નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં ચાર આરોપીઓ હજુ ફરાર છે. નરોડાના પીઆઇને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
આ રેડ દરમિયાન સ્થાનિક પોલીસ અને પીઆઇ એમ.વી પટેલની બેદરકારી સામે આવી હતી. સ્થાનિક પોલીસની જાણ બહાર જ આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા રાજ્યના ડીજીપી દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. ડીજીપી દ્વારા નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી. પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.