દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પદ પરથી હટાવાયેલા યૂન સુક-યોલની પોલીસે બુધવારે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે. યોલે 3 ડિસેમ્બર, 2024ના રોજ દેશમાં માર્શલ લો લાદવા માટે ફોજદારી તપાસનો સામનો કરી રહ્યા છે. યોલે ગયા મહિને દેશમાં કટોકટી લાદી હતી, જેને દેશની સંસદે પલટી નાખી હતી. આ પછી 14 ડિસેમ્બરે સંસદમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. યોલના મહાભિયોગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, જેના માટે તેમને મંગળવારે કોર્ટમાં હાજર થવાનું હતું. યોલ ગઈકાલે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા બાદ આજે સવારે તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમની ધરપકડ કરવા આવેલી પોલીસને સ્થળ પર જ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સીડી લગાવી ઘરમાં ઘૂસી પોલીસ ન્યૂઝ એજન્સી યોનહાપના રિપોર્ટ અનુસાર, યોલની સુરક્ષામાં લાગેલા ગાર્ડોએ પોલીસને રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં યોલ સમર્થકો રાષ્ટ્રપતિના આવાસની બહાર પ્રદર્શન કરવા આવ્યા હતા. આ પછી પોલીસ સીડીનો ઉપયોગ કરીને યોલના ઘરમાં પ્રવેશી હતી. અગાઉ 3 જાન્યુઆરીએ પોલીસે ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં તેમની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારે રાષ્ટ્રપતિના 200 ગાર્ડે પોલીસને ગેટ પર જ અટકાવી દીધી હતી. યોલના ઘરની બહાર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચ્યા હતા. લગભગ 6 કલાક સુધી ચાલેલા હોબાળા બાદ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. રાષ્ટ્રપતિ યોલને કટોકટી લાદવાની જરૂર કેમ પડી? દક્ષિણ કોરિયાની સંસદમાં કુલ 300 બેઠકો છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં જનતાએ વિરોધ પક્ષ ડીપીકેને જંગી જનાદેશ આપ્યો હતો. સત્તાધારી પીપલ પાવરને માત્ર 108 સીટો મળી છે, જ્યારે વિપક્ષી પાર્ટી ડીપીકેને 170 સીટો મળી છે. બહુમતીમાં હોવાને કારણે, વિપક્ષી ડીપીકે, રાષ્ટ્રપતિ સરકારના કામકાજમાં વધુ દખલ કરી રહ્યા હતા, અને તેઓ તેમના એજન્ડા મુજબ કામ કરી શકતા ન હતા. રાષ્ટ્રપતિ યોલે 2022માં પાતળી સરસાઈથી ચૂંટણી જીતી હતી. આ પછી તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવા લાગ્યો. પત્ની અનેક વિવાદોમાં ફસાયેલી હોવાના કારણે તેમની છબી પર પણ અસર પડી હતી. હાલમાં રાષ્ટ્રપતિની લોકપ્રિયતા લગભગ 17% છે, જે દેશના તમામ રાષ્ટ્રપતિઓમાં સૌથી ઓછી છે. આ બધાનો સામનો કરવા માટે રાષ્ટ્રપતિએ માર્શલ લો લાદ્યો. તેમણે DPK પર ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. દક્ષિણ કોરિયાની સંસદમાં હંગામો, સાંસદોએ કોલર પકડ્યા, દેશમાં 14 દિવસમાં 3 રાષ્ટ્રપતિ, ઈમરજન્સી બાદ 2 રાષ્ટ્રપતિ મહાભિયોગથી દૂર થયા. દક્ષિણ કોરિયાની સંસદમાં વડાપ્રધાન અને કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડાક-સૂ પર મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી અને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમને હટાવવાની તરફેણમાં 192 વોટ પડ્યા હતા, જ્યારે આ માટે 151 વોટની જરૂર હતી. મહાભિયોગને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. જેના કારણે સાંસદોએ એકબીજાના કોલર પકડી લીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર