back to top
HomeભારતJ-Kમાં રહસ્યમય બીમારીથી બાળકોના ટપોટપ મોત:રાજૌરીમાં અચાનક 14 લોકોના મોત, મૃતકોમાં 11...

J-Kમાં રહસ્યમય બીમારીથી બાળકોના ટપોટપ મોત:રાજૌરીમાં અચાનક 14 લોકોના મોત, મૃતકોમાં 11 બાળકો પણ સામેલ; AIIMSની ટીમ દ્વારા તપાસ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં રહસ્યમય બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. મૃતકોમાં છ વર્ષની બાળકી સહિત એક જ પરિવારના વધુ બે સભ્યોનો સમાવેશ થાય છે. છેલ્લા 30 દિવસમાં ત્રણ પરિવારના 11 બાળકો અને ત્રણ વૃદ્ધો સહિત 14 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. 14 લોકોના રહસ્યમય રોગને કારણે મોત જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રહસ્યમય બીમારીથી લોકોના મોત થઈ રહ્યા છે. હાલનો મામલો એક બાળકીના મોતનો છે. તેના પાંચ ભાઈ-બહેનો પણ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. ખવાસ બ્લોકમાં આવતા બાદલ ગામમાં છેલ્લા એક મહિનામાં 3 પરિવારના 10 સહિત 14 લોકોના રહસ્યમય રોગને કારણે મોત થયા છે. આજે બાળકીનું આ રોગના કારણે મોત થયું છે. મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના બાળકો છે. ડોકટરો હજુ સુધી મૃત્યુનું કારણ શોધી શક્યા નથી. PGI, AIIMS, NCDCના નિષ્ણાતોએ ગામની મુલાકાત લીધી છે અને ઘણા સેમ્પલ લીધા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. બાળકીના મૃતદેહને SMGS હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બાકીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. એક મહિલા અને 5 બાળકો હજુ સારવાર હેઠળ છે
મળતી માહિતી અનુસાર, મૃતક બાળકીના 5 ભાઈ-બહેન પણ બીમાર છે. તેમાંથી 3 લોકોને જમ્મુની SMGSḤ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એકની હાલત ખૂબ જ ખરાબ છે. બાકીના 2 લોકો રાજૌરીની સરકારી મેડિકલ કોલેજ (GMC)માં સારવાર હેઠળ છે. એક મહિલા અને 5 બાળકો પહેલાથી જ જમ્મુ અને રાજૌરીની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. ખરેખરમાં, 8 ડિસેમ્બરના રોજ, ગામના રહેવાસી મોહમ્મદ અફઝલ અને તેના પરિવારના સભ્યો બીમાર પડ્યા હતા. એ જ દિવસે અફઝલનું મોત થયું હતું. થોડા દિવસોમાં તેના ચાર બાળકો પણ એક પછી એક મૃત્યુ પામ્યા. પત્ની હાલમાં જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ રોગ બાળકોના મગજ પર અસર કરી રહ્યો છે
રિપોર્ટ અનુસાર, અસલમના પરિવારે અફઝલને ત્યાં એક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, પરંતુ ભોજન કર્યા બાદ અસલમના તમામ છ બાળકો અચાનક બીમાર પડી ગયા હતા. તેને ઉલ્ટી થવા લાગી અને તાવ આવ્યો. જ્યારે તેઓ બેભાન થવા લાગ્યા ત્યારે રાત્રે જ બધાને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કોટરાંકામાં લઈ જવામાં આવ્યા. અહીં બાળકોને પ્રાથમિક સારવાર આપી રાજૌરી રીફર કરવામાં આવ્યા હતા. રાજૌરીના ઝહૂર અહેમદ (14), નવીના કૌસર (8) અને યાસ્મીન અખ્તર (15)ની હાલત વધુ ખરાબ હોવાથી તેમને જમ્મુ રિફર કરવામાં આવ્યા હતા. નવીના કૌસરનું અહીં 4 કલાક પછી મોત થયું હતું. રાજૌરીમાં દાખલ મુહમ્મદ મરૂફ (10)ને પણ તેની તબિયત બગડતાં જમ્મુ રિફર કરવામાં આવ્યો હતો. સફીના કૌસર અને જબીના કૌસર હજુ પણ રાજૌરીમાં દાખલ છે, પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થતો જણાતો નથી. રાજૌરી મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. એ.એસ. ભાટિયા અને જમ્મુની SMGS હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દારા સિંહનું કહેવું છે કે આ મામલો ફૂડ પૉઇઝનિંગનો હોવાનું જણાય છે. પરંતુ હવે આટલા દિવસો બાદ બાળકીના મોતથી મામલો અલગ જ જોવા મળી રહ્યો છે. બીમાર બાળકોનું મગજ યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી કોઈ રહસ્યમય બીમારી હોઈ શકે છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે ત્યારે દવા આપી શકાય છે, પરંતુ રોગની અસર મગજ પર દેખાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments