back to top
Homeદુનિયાહમાસ સાથેના યુદ્ધવિરામના વિરોધમાં ઈઝરાયલના નાગરિકો બહાર આવ્યા:સરકાર પર સરેન્ડરનો આરોપ લગાવ્યો;...

હમાસ સાથેના યુદ્ધવિરામના વિરોધમાં ઈઝરાયલના નાગરિકો બહાર આવ્યા:સરકાર પર સરેન્ડરનો આરોપ લગાવ્યો; ડીલના સમર્થનમાં પણ પ્રદર્શન

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરાર સામે ઇઝરાયલના નાગરિકોએ દેખાવો શરૂ કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ સરકાર પર આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનો આરોપ લગાવ્યો છે. સોદાના વિરોધમાં મંગળવારે સાંજે સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓ આ ડીલને ભવિષ્ય માટે ખતરો ગણાવી રહ્યા છે. બીજી તરફ યુદ્ધવિરામના સમર્થનમાં દેખાવો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી હજારો પ્રદર્શનકારીઓ યુદ્ધવિરામની માગ કરી રહ્યા છે. મંગળવારે યુદ્ધવિરામ સંબંધિત સમાચાર મળ્યા બાદ આ પ્રદર્શનકારીઓએ ઉજવણી પણ કરી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ટૂંક સમયમાં યુદ્ધવિરામની જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. ઇઝરાયલના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ડીલના પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાંથી 5 ઈઝરાયલની મહિલા સૈનિકો હશે. તેના બદલામાં ઈઝરાયલ 250 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે. બાકીના બંધકોને 15 દિવસ પછી મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા પર પણ વાતચીત કરવામાં આવશે. ગાઝામાં યુદ્ધવિરામ પર ડીલ પૂર્ણ ગાઝામાં યુદ્ધવિરામને લઈને ઈઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ સમજૂતી થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એપીએ મંગળવારે આ સોદામાં સામેલ બે અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા હતા. ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ કરાર પર વાટાઘાટો કરવામાં આવી હતી. ડીલ માટેની અંતિમ વાટાઘાટો ગઈકાલે 14 જાન્યુઆરીએ થઈ હતી. કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ અલ થાનીએ વાતચીતનું આયોજન કર્યું હતું. ઇઝરાયલનું પ્રતિનિધિત્વ મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા અને શિન બેટ ચીફ રોનેન બારે કર્યું હતું. તે જ સમયે યુએસ તરફથી ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને બાઇડનના દૂત બ્રેટ મેકગર્ક અહીં હાજર હતા. હમાસે આ ડીલ સ્વીકારી છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યાં મંજૂરી મળ્યા બાદ તેને ઈઝરાયલ કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. સીઝફાયર ડીલને ત્યાં મંજૂર થતાંની સાથે જ તેને લાગુ કરવામાં આવશે. પેલેસ્ટિનિયન નાગરિકો ઉત્તર ગાઝા પાછા ફરશે સીએનએનના અહેવાલ મુજબ, યુદ્ધવિરામ ડીલ હેઠળ, ઇઝરાયલ ઉત્તર ગાઝાથી વિસ્થાપિત પેલેસ્ટિનિયન નાગરિકોને પરત ફરવાની મંજૂરી આપશે. જો કે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં ઈઝરાયલના સૈનિકોની હાજરી રહી શકે છે. ગાઝા અને ઈઝરાયલ વચ્ચે બફર ઝોન બનાવવામાં આવશે. બફર ઝોનને લઈને ઈઝરાયલ અને હમાસ બંનેની અલગ-અલગ માગ છે. ઇઝરાયલ સરહદથી 2 કિમીના બફર ઝોનની માગ કરી રહ્યું છે, જ્યારે હમાસ ઓક્ટોબર 2023 પહેલાની જેમ 300 થી 500 મીટરના બફર ઝોન ઇચ્છે છે. બીજી તરફ ઈઝરાયલે ડીલ હેઠળ હમાસ ચીફ યાહ્યા સિનવારની લાશ પરત કરવાનો ઈન્કાર કરી દીધો છે. પીએમ નેતન્યાહૂ બંધકોના પરિવારજનોને મળ્યા હતા ઇઝરાયલના પીએમ નેતન્યાહુ મંગળવારે 14 જાન્યુઆરીએ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પરિવારોને મળ્યા હતા. મીટિંગ દરમિયાન પરિવારના સભ્યોએ નેતન્યાહૂ પાસેથી બંધકોને વહેલા મુક્ત કરવાની માગ કરી હતી. નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિને પણ યુદ્ધવિરામ ડીલમાં સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રીના કહેવા પ્રમાણે, યુદ્ધવિરામને આગળ લઈ જવાની જવાબદારી ટ્રમ્પની રહેશે, તેથી તેમના પ્રતિનિધિને પણ સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ડીલ પર નિવેદન આપતા કહ્યું કે, અમે ડીલ પૂર્ણ કરવાની ખૂબ નજીક છીએ. જો તેઓ (હમાસ) આ માટે સહમત નહીં થાય તો તેમના માટે વધુ મુશ્કેલી ઊભી થશે. ,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments