back to top
Homeગુજરાતપાદરાના નાયબ મામલતદારે નશામાં ધૂત થઈને વડોદરામાં અકસ્માત સર્જ્યો:પોલીસે પાણી નાંખ્યું પણ...

પાદરાના નાયબ મામલતદારે નશામાં ધૂત થઈને વડોદરામાં અકસ્માત સર્જ્યો:પોલીસે પાણી નાંખ્યું પણ ન જાગ્યો, પોલીસ વાનમાં બેસાડતાં જ કહ્યું: ‘હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું’

વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી હતી અને પાણી પણ નાખ્યું હતું, પરંતુ તે જાગ્યો ન હતો. નશામાં ધૂત નાયબ મામલતદાર નરેશ વણકરે જાગતા જ કહ્યું હતું કે, હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું. નાયબ મામલતદારની કાર ખાડામાં ફસાઈ
રાજ્યભરમાં ગઈકાલે ઉતરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી ત્યારે ગત રાત્રે વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે વડોદરા જિલ્લાના પાદરા નાયબ મામલતદાર નરેશ પર્માભાઈ વણકર (રહે. મામલતદાર સ્ટાફ ક્વાર્ટર્સ, પાદરા)ની કારનો અકસ્માત થયો હતો. જેમાં કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. અહીં પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી ખાડો ખોદેલો હતો, જેમાં કાર ફસાઈ હતી. આ ઘટનાને પગલે રાહદારીઓ અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને નાયબ મામલતદારના ઓળખીતા પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે પાણી છાંટ્યું પણ સાહેબ ઊઠ્યા નહી
લોકોએ તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી, જેથી અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ દ્વારા નશામાં ધૂત નાયબ મામલતદારને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની ઉપર પાણી પણ છાંટ્યું હતું તેમછતાં નાયબ મામલતદાર ઉઠ્યા નહોતા. ખૂબ જેહમત બાદ પોલીસે તેમને જગાડ્યા હતા અને પોલીસમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અકોટા પોલીસે નાયબ મામલતદાર નરેશ વણકર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ વાનમાં બેસાડીને પૂછ્યું તો કહે – ‘હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું’
પોલીસ વાનમાં બેસાડ્યા બાદ નાયબ મામલતદાર નરેશ વણકરને મીડિયાએ પૂછ્યું હતું કે, તમે કોણ છો? તો તેઓએ કહ્યું હતું કે, હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું. પોલીસને કારમાંથી ખાલી બોટલ મળી હતી અને કારમાંથી ડેપ્યુટી મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલી પ્લેટ પણ મળી હતી. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી વડોદરાથી આવ્યો હતો અને મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત થયો હતો. આરોપીએ કારમાં જ નશો કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને તપાસ શરુ કરી
અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જી. મકવાણા જણાવ્યું હતું કે, એક કારમાં દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિ હોવાનો કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને તમામને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments