ભારતીય ટીમે આજે (15 જાન્યુઆરી) આયર્લેન્ડ સામેની ત્રીજી ODI મેચમાં ઇતિહાસ રચ્યો. હકીકતમાં, મહિલા ટીમે ODIમાં પહેલી વાર 400થી વધુનો સ્કોર બનાવ્યો. તે જ સમયે, પુરુષો અને મહિલા બંને ટીમોમાં સૌથી વધુ સ્કોર પણ બનાવ્યો. એકંદરે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની મહિલા શક્તિ જોવા મળી. રાજકોટમાં આયર્લેન્ડ સામે રમતી વખતે ટીમ ઈન્ડિયાએ પહેલાં રમતી વખતે ત્રીજી વનડેમાં 50 ઓવરમાં 435/5 રન બનાવ્યા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે જોરદાર શરૂઆત કરી. જ્યાં મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી ઇતિહાસ રચી દીધો છે અને વિરાટ કોહલીની બરાબરી કરી છે. સ્મૃતિ મંધાનાએ વિરાટની બરાબરી કરી સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામે ભારતીય મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 70 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ઉપરાંત તેમણે 80 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રનની ઈનિંગ રમી. આ સાથે જ તેમણે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. હકીકતમાં, વિરાટ કોહલીએ પુરુષ ક્રિકેટમાં ભારત માટે 52 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. વિરાટ પુરુષ ભારતીય ટીમમાં આવું કરનારો પહેલો ખેલાડી છે, જ્યારે હવે સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટમાં આવું કરનારી પહેલી ખેલાડી બની ગઈ છે. મંધાના અને પ્રતિકા વચ્ચે રેકોર્ડબ્રેક ભાગીદારી
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં 160 બોલમાં 233 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેણે મહિલા ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. જ્યારે, રાવલે 159 બોલમાં 1 છગ્ગા અને 20 ચોગ્ગાની મદદથી 154 રનની ઇનિંગ રમી. આ સાથે પ્રતિકા ભારતીય મહિલા ક્રિકેટમાં 150થી વધુ રન બનાવનારી ત્રીજી મહિલા બની ગઈ છે. આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ પહેલો દાવ હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 435 રન બનાવ્યા. ભારતીય ટીમે મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર ન્યુઝીલેન્ડે 491 રન બનાવ્યા હતા. 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી સ્મૃતિ મંધાનાની વન-ડે કરિયરની આ 10મી સદી છે. આ સાથે જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. એટલું જ નહીં તે મહિલા વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે. મહિલા વન-ડેમાં સૌથી વધુ સદી મંધાનાએ સતત 10 ઈનિંગ્સમાં આ 8મો 50+ સ્કોર બનાવ્યો છે. આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે, તે કેટલા શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આ આખી સીરિઝમાં મંધાનાને યુવા ઓપનર પ્રતિકા રાવલનો જબરદસ્ત સહયોગ મળી રહ્યો છે. આ ત્રીજી વનડેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી થઈ ચૂકી છે. મહિલા વન-ડેમાં ભારત માટે સૌથી ફાસ્ટ સદી (બોલ પ્રમાણે) 70- સ્મૃતિ મંધાના vs આયર્લેન્ડ, રાજકોટ, 2025 87- હરમનપ્રીત કૌર vs સાઉથ આફ્રિકા, બેંગલુરુ, 2024 90- હરમનપ્રીત કૌર vs ઓસ્ટ્રેલિયા, ડર્બી, 2017 90- ઝેમિમા રોડ્રિગ્સ vs આયર્લેન્ડ, રાજકોટ, 2025 98- હરલીન દેઓલ vs વેસ્ટ ઈન્ડિઝ, વડોદરા, 2024 મંધાના 80 બોલમાં 135 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ તોફાની સદીની ઈનિંગમાં તેમણે 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે તેમણે વન-ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી. હવે મંધાના અને હરમનપ્રીતના બરાબર 52-52 છગ્ગા થઈ ગયા છે. આ ઈનિંગ દરમિયાન મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને પણ પાછળ છોડી દીધી. મંધાનાના નામ પર હવે 97 વન-ડે મેચમાં 4195 રન થઈ ગયા છે જ્યારે પેરીએ 4185 રન બનાવ્યા છે. મહિલા ટીમે પુરુષ ટીમને પાછળ છોડી ભારતીય મહિલા ટીમે બનાવેલા રેકોર્ડે પુરુષ ટીમને પણ પાછળ છોડી દીધી છે. પુરુષ અને મહિલા બંને વનડે ક્રિકેટમાં આ અગાઉનો રેકોર્ડ ભારતીય પુરુષ ટીમે 2011માં ઇન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. ત્યારે ભારતીય ટીમે 418/5નો સ્કોર કર્યો હતો. મહિલા વનડે ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. તેણે આ રેકોર્ડ 2018માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. પ્રથમ વખત મહિલા ટીમે 400નો આંકડો પાર કર્યો
આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં, ભારતીય મહિલા ટીમે કોઈપણ ODI મેચમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ બનાવ્યો અને પહેલીવાર 400 રનનો સ્કોર પણ પાર કર્યો. હકીકતમાં, 12 જાન્યુઆરીએ જ ભારતીય મહિલા ટીમે 370 રન બનાવીને વનડેમાં સૌથી વધુ ટીમ સ્કોર બનાવ્યો હતો.