અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ફિલ્મી સોંગ પર જોખમી રીતે રીલ બનાવનાર ત્રણ લવરમૂછિયા છોકરાઓનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી બેને ઝડપી પાડ્યા છે. ‘નામ સુને તો દુનિયા મૌન, હમ હી હૈ ભોજપુરિયા ડોન’ સોંગ સાથે ત્રણેય સગીરોએ મોપેડ પર ત્રિપલ સવારીમાં નીકળી રીલ બનાવી હતી. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જોખમી રીતે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ત્રણ સગીરોએ એક્ટિવા પર જોખમી સ્ટંટ સાથે એક વીડિયો બનાવ્યો હતો અને બાદમાં સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેની જાણ પોલીસે થતા ત્રણેયની ઓળખ કરી બેને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોતાના અને અન્યના જીવ જોખમાય તે રીતે વીડિયો બનાવ્યો
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં ત્રણેય સગીર એક એક્ટિવા પર સવાર છે. જેમાં એક એક્ટિવા ચલાવી રહ્યો છે જ્યારે પાછળ બેસેલા બે સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. આ ત્રણેય સગીરોએ આ રીતે સ્ટંટ કરી પોતાનો અને અન્ય વાહનચાલકોને જીવ જોખમમાં મૂક્યો હતો. પોલીસે આ સંદર્ભે બાતમીના આધારે બે સગીરની અટકાયત કરી છે અને આ વીડિયો અને સ્ટંટ તેમના હોવાની ખરાઈ થયા બાદ તેમની સામે કાયદાના સંઘર્ષમાં આવ્યા બાદ સગીર સામે થતી કાર્યવાહી કરવામાં આવી છે.