back to top
Homeગુજરાતમોદીની 'પ્રેરણા’સ્કૂલનું શાહ કરશે લોકાર્પણ:72 કરોડના ખર્ચે નવા પરિસરનું નવીનીકરણ, ઓલિમ્પિક કક્ષાના...

મોદીની ‘પ્રેરણા’સ્કૂલનું શાહ કરશે લોકાર્પણ:72 કરોડના ખર્ચે નવા પરિસરનું નવીનીકરણ, ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ સાથે વિશ્વનું બીજું સૌથી મોટું ‘હેરિટેજ મ્યુઝિયમ’ તૈયાર

આવતીકાલે (16 જાન્યુઆરી)ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે આવશે. અમિત શાહ ગ્રીસના એથેન્સ બાદ વડનગરમાં આકાર લઇ રહેલા બીજા સૌથી મોટાં મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે અને ત્યાર બાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે. આ એ જ સ્કૂલ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962થી 1967 સુધી ધોરણ 8થી 11માં ધોરણ સુધી ભણેલા. શાહની મુલાકાતને હવે એક જ દિવસ બાકી છે ત્યારે વડનગરમાં હાલ કેવો માહોલ છે? તેમજ નરેન્દ્ર મોદીના વડનગર સાથેના કેટલાક કિસ્સાઓના તાગ મેળવવા દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે વડનગરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે આવશે એટલે દિવ્ય ભાસ્કર ટીમે વડનગરની મુલાકાત લીધી હતી. અમને વડનગરમાં પ્રવેશતાં જ અમિત શાહના હાર્દિક સ્વાગત કરતાં બોર્ડ રોડ પર લાગેલાં જોવા મળ્યાં હતાં અને રોડની બન્ને સાઈડમાં જે.સી.બી દ્વારા રોડની સાઇડ સાફ કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ ડિવાઇડરને કલર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હતી. અમિત શાહ મોદીની ‘પ્રેરણા’સ્કૂલ તેમજ વિશ્વનું બીજું સૌથી મોટું ‘હેરિટેજ મ્યુઝિયમ’સહિત અનેક પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે. પ્રેરણા સ્કૂલ પરિસરમાં સફાઈકામ યુદ્ધના ધોરણે ચાલુ
આ બાદ અમે સ્પોર્ટ સંકુલ પાસે, જ્યાં અમિત શાહ બપોરે 2 કલાકે જાહેરસભા સંબોધવાના છે એ સ્થળે મુલાકાત કરી તો મંડપ અને મોટો ડોમ બાંધવામાં આવી રહ્યા છે, જ્યાં પ્રાંત અધિકારી અને સ્થાનિક ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી હતી. અમિત શાહ રમતગમત સંકુલની પણ મુલાકાત લેવાના હોવાથી ત્યાં પર રોડની બે સાઈડ પર આવેલા ફૂટપાથ અને મુખ્ય દરવાજા પર કલરકામ કરવામાં આવી રહ્યું હતું તેમજ સફાઈકામ પણ કરવામાં આવ્યું હતું. આ બાદ અમારી ટીમ પ્રેરણા સ્કૂલ પહોંચી તો અહીં સ્કૂલ પરિસરમાં પાણી છાંટી સાફસફાઈ કરવામાં આવી રહી હતી, તો કેટલાક સફાઈકર્મી સ્કૂલની બારીઓ સાફ કરતા જોવા મળ્યા હતા. વાંચો, મોદી વિશે શું કહે છે તેના શિક્ષિકા? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રમત સંકુલનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ.33.50 કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના રમત સંકુલ વડનગર રમત સંકુલનું લોકાર્પણ તારીખ 16મી જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી , ખો-ખો, જુડો જેવી રમતો માટે જિલ્લા, તાલુકા અને રાજ્ય તેમજ નેશનલ કક્ષા સુધીના ખેલાડીઓ રમી શકાય એવાં મેદાનો જેવી સગવડ મળી રહેશે. આ રમતોના કોચિંગ સેન્ટરની ક્ષમતા ધરાવતું આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય એવું છે, જેનાથી ખેલાડીઓને સગવડો અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. વડનગરમાં 33.50 કરોડનું આધુનિક રમતગમત સંકુલ આઉટડોર-ઇન્ડોરની રમતમાં તમામ સુવિધા ઉપલબ્ધ
મહેસાણા જિલ્લાના વડનગરમાં કુલ 34235 ચોરસમીટર જમીનમાં બનેલા વડનગર રમત સંકુલમાં રૂ.9.25 કરોડના ખર્ચે બનેલા મેદાનમાં આઉટડોર રમત, જેવી કે 400 મી. સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ ગ્રાઉન્ડ, એસ્ટ્રોટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી અને ખો-ખો સહિત રમત રમાશે. રૂ.3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મલ્ટીપર્પઝ ઇન્ડોરમાં રમતો, જેવી કે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, જુડો, જિમ વગેરે ઇન્ડોર રમતોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂ.7.01 કરોડના ખર્ચે સંકુલના કેમ્પસ ડેવલપમેન્ટમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ, હેરિટેજ મેઈન ગેટ, સિક્યોરિટી કેબિન તથા ઇલેક્ટ્રિક રૂમ, કમ્પાઉન્ડ વોલ, આંતરિક રસ્તા, જનરલ ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ તેમજ લેન્ડસ્કેપિંગની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવી છે. એથ્લેટિક્સ માટે પણ મોકળું મેદાન મળશે
આ ઉપરાંત રૂ.13.74 કરોડના ખર્ચે સંકુલમાં 200 બેડ (100 બોય્ઝ + 100 ગર્લ્સ)ની ક્ષમતા ધરાવતી સ્પોર્ટ્સ હોસ્ટેલની કામગીરી હાલમાં પૂર્ણ થઈ છે, જેમાં કોચ ઓફિસ, રેક્ટર ક્વાર્ટર, વિઝિટર રૂમ, સ્વીટ રૂમ (suite room), સ્પેશિયલ રૂમ, રિક્રિયેશન રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, કિચન, ડાયનિંગ રૂમ. પેન્ટ્રી, સ્ટોર રૂમ, વોશ રૂમ, ચેન્જ રૂમ તથા ટોઇલેટ બ્લોક(બોય્ઝ+ગર્લ્સ), સોલર સિસ્ટમ, આર.ઓ. સિસ્ટમ, સી.સી.ટી.વી., રસોડામાં અદ્યતન ઉપકરણો જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાછળ કુલ રૂ!.33.50 કરોડનો ખર્ચ થયોલ છે, જ્યાં આર્ટિફિશિયલ ગ્રાસી ફૂટબોલ મેદાન તેમજ એથ્લેટિક્સ માટે પણ મોકળું મેદાન મળશે, એમ જિલ્લા રમતગમત અધિકારી વિરલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ‘ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરશે એ સંકુલ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. “પ્રેરણા ” એ પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો છે, જે એક અનુભવાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે. એ મૂલ્ય શિક્ષણ ‘પ્રેરણા’ વડનગરથી શરૂ થઈ રહ્યું છે. આ દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે. એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક (10 છોકરા અને 10 છોકરી) અને 10 ગાર્ડિયન ટીચરોનો સમાવેશ થાય છે. ડેવલપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ પર કલરકામ ચાલુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગર ખાતે ડેવલપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડની મુલાકાત લેશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 41 કરોડમાં આકાર લઈ રહેલા ડેવલપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ રિસ્ટોરેશન પ્રાઇવેટ એન્ડ ગવર્નમેન્ટ બિલ્ડિંગ અંતર્ગત વડનગરમાં 145 બિલ્ડિંગનું પુનઃ રિનોવેશન કરાશે, જેમાં એમાંથી વડનગરના વિરાસતને સાચવતાં 15 બિલ્ડિંગ ફસાડ રિસ્ટોરેશન તૈયાર થઈ ચૂક્યાં છે. વડનગરની વિરાસતને સંરક્ષિત રાખવા માટે Precinct/ વિસ્તાર વિકાસકાર્યો શરૂ કરવામાં આવી રહ્યાં છે. વડનગરના મહત્ત્વને દર્શાવવા માટે શહેરી મેટ્રિક્સમાં ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો તેમજ નવી સંસ્થાકીય રચનાઓ શહેરનાં સામાજિક-સાંસ્કૃતિક પાસાંને વધારવા, આવાં નગરો અને શહેરી વસાહતોના બિન-સ્મારક ઐતિહાસિક શહેરી માળખાના રક્ષણ-બચાવ માટે સહાનુભૂતિપૂર્ણ શહેરી સંરક્ષણ નીતિ બનાવવામાં મહત્ત્વપૂર્ણ છે. આ Fasad Restoration, સડક નિર્માણ, ઇમારતોને પુન:ઉપયોગી બનાવવા માટે એનો જીર્ણોદ્ધાર પગપાળા યાત્રીઓની સુવિધા માટે સંકેતો અને શેરીઓના ફર્નિચરના સુધારાનાં કાર્યો શરૂ કરીને ચાર પરિસરમાં વિરાસતના સંરક્ષણ અને વિકાસની યોજના બનાવવામાં આવી છે. વડનગરમાં 72 કરોડના ખર્ચે પ્રેરણા સંકુલનું લોકાર્પણ વડનગર ખાતે રૂ. 72 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 16 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે. આ સંકુલ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની શાળામાં મેળવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવતું મ્યુઝિયમ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments