હિંમત રાખો એક સમય એવો આવશે જ્યારે ઘડિયાળ બીજા કોઈની હશે અને સમય તમારો બતાવશે… આ પંક્તિ એ આઉટસાઇડર એક્ટર પર એકદમ બંધબેસે છે જેને આજે ગરીબોના મસીહા કહેવામાં આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ સોનુ સૂદની. ઓડિશન દરમિયાન લોકો તેનો ફોટો જોયા વગર જ તેને રિજેક્ટ કરી દેતા હતા. જો કે, તેના આત્મવિશ્વાસને કારણે તેણે તેના સપના સાથે સમાધાન કર્યું ન હતું. પંજાબની શેરીઓમાંથી આવીને સોનુ સૂદે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું. સલમાન ખાન-શાહરુખ ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યું. કોવિડ યુગ દરમિયાન તે સામાન્ય લોકોના મસીહા તરીકે ઉભરી આવ્યો હતા. એક સમયે ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા સોનુએ તાજેતરમાં જ ડિરેક્શનમાં ડેબ્યૂ કર્યું છે. સંઘર્ષથી લઈને સફળતા સુધીની સોનુની વાર્તા તેના જ શબ્દોમાં… પિતા એન્જિનિયર બનાવવા માગતા હતા, મિત્રોની સલાહથી તે એક્ટિંગ લાઈનમાં આવ્યો
સોનુના પિતા કપડાની દુકાન ચલાવતા હતા. જોકે તેમની ઈચ્છા હતી કે તેમનો પુત્ર એન્જિનિયર બને. પિતાના આ સપનાને સાકાર કરવા માટે સોનુ મોગાની ગલીઓ છોડીને નાગપુર પહોંચ્યો. અહીં તેણે ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અભ્યાસની સાથે સાથે સોનુએ ફેશન શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી, મિત્રોએ સૂચવ્યું કે તેણે અભિનય પણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેના મિત્રોની વાત સાંભળીને તે 1996માં સપનાના શહેર મુંબઈ આવ્યો. ઓડિશન જર્નીમાં ઘણા રિજેક્શન મળ્યા
મુંબઈ પહોંચતાંની સાથે જ સૌ પ્રથમ ફિલ્મ સિટીમાં ગયો. ગેટ પાસે ગયો તો ચોકીદાર અંદર જવા દેતો ન હતો. સોનુએ 400 રૂપિયા લાંચ આપી અંદર ગયો. તે સમયે ફિલ્મ સિટીમાં આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ક્યાંક કોઈ દિગ્દર્શક-નિર્માતાની નજર પડી જાય એમ વિચારીને સોનુ આમ ચાલવા લાગ્યો. જોકે કોઈએ જોયું પણ નહી. સોનુને લાગ્યું કે અહીંનો રસ્તો સરળ નથી. સોનુએ કહ્યું, ‘મને લાગતું હતું કે મુંબઈના રસ્તાઓ પર ફરતી વખતે ડિરેક્ટર્સ એક્ટર્સને કાસ્ટ કરે છે. હું ફિલ્મ સિટીની આસપાસ પણ ઘણો ફર્યો. જો કે, વસ્તુઓ તે રીતે કામ કરતી ન હતી. ત્યારબાદ ઓડિશનની પ્રક્રિયા શરૂ થઈ. ઘણા બધા રિજેક્શન મળ્યા, પણ મારી જાત પર વિશ્વાસ હતો. હું જાણતો હતો કે બધું સારું થઈ જશે, મારે ફક્ત સખત મહેનત કરવાની હતી’ ફોટો લોકોને બતાવતો, સામેની વ્યક્તિ તેના પર ધ્યાન પણ આપતા ન હતા
સોનુએ વધુમાં કહ્યું, ‘મેં બોરીવલીથી ચર્ચગેટ સુધીનો ટ્રેન પાસ બનાવ્યો હતો. રોજ અહીંથી તહીં કામ મેળવવા જતો હતો. ઘણા ફોટોગ્રાફ લીધા હતા અને પોતાની પાસે રાખ્યા હતા. હું રોજ કોઈક સ્ટુડિયોમાં જઈને મારા ફોટા બતાવતો હતો. જોકે ત્યાં કોઈ મારી તરફ જોતું પણ ન હતું. માત્ર એટલું કહેતા હતા કે ફોટો આપો અને જાઓ. હું વિચારતો કે તેમણે એકવાર તો ફોટો જોઈ લેવો જોઈએ. 6 લોકો સાથે નાના રૂમમાં રહેતો હતો
સોનુ માત્ર 5500 રૂપિયા લઈને મુંબઈ પહોંચ્યો હતો, જે તેની પોતાની કમાણી હતી. તેણે વિચાર્યું કે આટલા પૈસાથી તેઓ સરળતાથી 1-2 મહિના જીવી શકશે. જોકે, આ પૈસા માત્ર 6-7 દિવસમાં જ ખલાસ થઈ ગયા હતા. તે ઘરેથી વધારે મદદ લેવા માગતો ન હતો. આવી સ્થિતિમાં તે એક નાનકડા રૂમમાં 6 લોકો સાથે રહેતો હતો. સોનુએ કહ્યું, ‘શરૂઆતમાં મેં ભાડા પર ઘર લીધું હતું. મકાનમાલિકે મારી પાસે દર મહિને આશરે રૂ. 4 હજારનું ભાડું માંગ્યું હતું. એવું વિચાર્યું કે ચાલો મારા માથા પર છત તો થઈ ગઈ, મારે ફક્ત હવે સખત મહેનત કરવાની હતી. બધું કામ પૂરું કરીને હું ઊંઘવા ગયો તો જોયું કે લાઈટના વાયર પર ઘણા બધા ઉંદરો દોડતા હતા. આ જોઈને હું ભડકી ગયો. હું ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. મેં વિચારવાનું શરૂ કર્યું કે શું મારે મારા પરિવાર પાસેથી પૈસા લઈને સારું ઘર ખરીદવું જોઈએ અથવા ફક્ત સંઘર્ષ કરવો જોઈએ. જો કે, મેં 3-4 વર્ષમાં લગભગ 28-30 મકાનો બદલ્યા હતા. જ્યારે મને મુંબઈમાં કામ ન મળ્યું તો હું સાઉથ તરફ વળ્યો.
સોનુ મુંબઈમાં મોટા બ્રેકની રાહ જોઈ રહ્યો હતો. મુંબઈમાં ઘણા મહિનાઓ સુધી રિજેક્શનનો સામનો કર્યા બાદ સોનુ હૈદરાબાદ પહોંચ્યો. અહીં તેને કામ મળવા લાગ્યું. સોનુને વર્ષ 1999માં તમિલ ફિલ્મો ‘કલ્લાઝગર’ અને ‘નૈંઝીનીલે’થી ડેબ્યૂ કરવાની તક મળી. સોનુએ કહ્યું, ‘જ્યારે મને પહેલી ફિલ્મ મળી ત્યારે હું ખુશીથી ઉછળી રહ્યો હતો. મને લાગ્યું કે આખરે હું જેની રાહ જોઈ રહ્યો હતો તે મને મળી ગયું. તે દિવસે ભારે વરસાદ પડી રહ્યો હતો, તે વરસાદમાં હું મોબાઈલ બૂથ પર ગયો અને મારા પરિવાર અને મિત્રોને આ સફળતાની જાણ કરી.’ ફિલ્મના પોસ્ટરો પર ક્રેડિટ આપવામાં આવી ન હતી
ફિલ્મોમાં આવ્યા પછી સોનુ સાથે ઘણી વાર એવું બન્યું કે તેને છેલ્લી ક્ષણે ફિલ્મના પોસ્ટર પરથી હટાવી દેવામાં આવ્યો. ટ્રેલરમાં બહુ ઓછો સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યો હતો. ટ્રેલર લૉન્ચ વખતે દરેકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બાકાત રાખવામાં આવ્યો હતો. સોનુએ કહ્યું કે આ બધી ઘટનાઓએ તેને કમજોર નહીં પરંતુ મજબૂત બનાવ્યો છે. સોનુનું માનવું છે કે ક્યાંક લોકો તેને જોઈને અસલામતી અનુભવતા હતા, તેથી જ તેઓએ જાણી જોઈને તેને બાજુ પર મૂકી દેતા હતા. સોનુ સૂદને તેના અભિનયના માર્ગમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તે આગળ વધતો રહ્યો. તેની પ્રતિભા જોઈને તેને ફિલ્મોમાં વિલનનો રોલ કરવાનો મોકો મળ્યો. વર્ષ 2002માં સોનુએ બોલિવૂડ ફિલ્મ ‘શહીદ-એ-આઝમ’માં ભગત સિંહની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા. પહેલા ડિરેક્ટરે પોર્ટફોલિયો જોવાની ના પાડી, બાદમાં તેણે ફિલ્મની ઓફર કરી
સોનુએ જણાવ્યું કે એક દિવસ તે એક સેટ પર પહોંચ્યો હતો જ્યાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેની પાસે એક પોર્ટફોલિયો હતો અને ત્યાં સુધીમાં તેણે સાઉથની બે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે જઈને ડિરેક્ટર સાથે વાત કરી અને પોતાના કામનો અનુભવ પણ કહ્યો. તેણે ડિરેક્ટરને તેનો પોર્ટફોલિયો જોવા વિનંતી કરી, પરંતુ ડિરેક્ટરે ના પાડી. થોડા વર્ષો પછી જ્યારે સોનુ સૂદ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ થયો ત્યારે એ જ ડિરેક્ટર્સ તેને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે ચક્કર લગાવતા હતા. અભિનેતાએ જણાવ્યું કે દિગ્દર્શક પોતે હજુ સુધી આ ઘટનાથી વાકેફ નથી. જે મેગેઝિને એકવાર ફોટો પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો હતો, તેણે પછીથી પોતે જ પહેલ કરી હતી
થોડા વર્ષો પહેલા, સ્ટારડસ્ટ મેગેઝીને તેના કવર પેજ પર સોનુ સૂદનો એક એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. આ એ જ મેગેઝીન હતું જેણે પોતાના મેગેઝીનમાં સોનુની તસવીરો છાપવાની ના પાડી દીધી હતી. ઈન્ટરવ્યૂ પબ્લિશ થયા બાદ સોનુએ તેને ફરીથી પોસ્ટ કરીને લખ્યું – એક દિવસ એવો હતો જ્યારે મેં સ્ટારડસ્ટના ઓડિશન માટે પંજાબથી મારા કેટલાક ફોટો મોકલ્યા હતા, પરંતુ મને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે હું આ સુંદર કવર માટે સ્ટારડસ્ટનો આભાર માનું છું. આભાર. ફિલ્મોમાં સફળતાની સીડીઓ ચડ્યા બાદ સોનુ સૂદે કોવિડ-19 દરમિયાન દેશની સેવા કરવાની પહેલ કરી. જ્યારે આખો દેશ લોકડાઉન હેઠળ હતો, ત્યારે તેણે ગરીબ ઇમિગ્રન્ટ્સને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી. તેમણે આર્થિક અને તબીબી સહાય પણ પૂરી પાડી હતી. અત્યારે પણ સોનુ ચેરિટી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું ચાલુ રાખે છે. આ વિશે તેણે કહ્યું, ‘મને લાગે છે કે પોતાની સાથે જોડાયેલા રહેવા માટે આ બધું કરવું જરૂરી છે. મારી મા કહે છે – પ્રાર્થનાની શાહી તમારા જીવનની કલમથી લગાવો, તો તમારું નામ પાનાંઓ પર નહીં પણ ઇતિહાસમાં લખવામાં આવશે. જ્યારે તમે દુઆઓ કમાવ છો, ત્યારે લોકો ઘરે બેસીને તમારા માટે પ્રાર્થના કરે છે. આ બધી તેની જ અસર છે. મારો પ્રયાસ હોય છે કે હું સતત આશીર્વાદ મેળવતો રહું. બાકી તો ઉપરવાળો ચોક્ક્સ મંજિલ બતાવશે અને વિજય પણ અપાવશે.’