back to top
Homeભારતમહાકુંભ માટેનું ફ્લાઈટનું ભાડું 21% મોંઘું થયું:3 કિમી સુધી જવા માટે ભક્તો...

મહાકુંભ માટેનું ફ્લાઈટનું ભાડું 21% મોંઘું થયું:3 કિમી સુધી જવા માટે ભક્તો પાસેથી બાઈક સવારોએ 3,000 રૂપિયા વસૂલ્યા, 8ની ધરપકડ; શંકર મહાદેવનનો આજે કાર્યક્રમ

ગુરુવારે મહાકુંભનો ચોથો દિવસ છે. રાત્રે, 10 દેશોની આંતરરાષ્ટ્રીય ટીમના 21 સભ્યો સંગમમાં સ્નાન કરવા માટે અરેલ ટેન્ટ સિટી પહોંચ્યા હતા. અહીં તેમનું ચંદન લગાવીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકુંભ વચ્ચે પ્રયાગરાજના વિમાન ભાડામાં પણ અનેકગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટની ટિકિટના ભાવમાં 21% સુધીનો વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ ઈક્સિગો અનુસાર, ગયા વર્ષે ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વન-વે હવાઈ ભાડું 2,977 રૂપિયા હતું, પરંતુ હવે વધીને તે 17,796 રૂપિયા થઈ ગયું છે. મકરસંક્રાંતિ પર ભક્તોની ભારે ભીડનો લાભ લઈને કેટલાક બેફામ લોકોએ પૈસાની વસુલી કરી હતી. ભક્તોને બાઇક પર ત્રણ-ચાર કિલોમીટર સુધી લઇ જવા માટે 2 થી 3 હજાર રૂપિયા વસુલવામાં આવતા હતા. સિવિલ લાઇન્સ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે. તેમના વાહનો જપ્ત કરીને કેસ નોંધવામાં આવ્યો છે. આજે 16મી જાન્યુઆરીથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે. મુખ્ય મંચ ગંગા પંડાલનો હશે, જેમાં દેશના પ્રખ્યાત કલાકારો પરફોર્મ કરશે. આ ઉપરાંત યમુના પંડાલ અને સરસ્વતી પંડાલમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થશે. આજે બોલિવૂડ સિંગર શંકર મહાદેવન ગંગા પંડાલમાં પરફોર્મ કરશે. જુઓ મહાકુંભની કેટલીક તસવીરો મહાકુંભના ક્ષણે ક્ષણ અપડેટ્સ અને વીડિયો માટે, નીચેના બ્લોગ પર જાઓ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments